BAN vs SL Live Score: શાન્ટો-શાકીબની શાનદાર બેટિંગ, બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી આપી હાર
2023ના વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે
વર્લ્ડ કપની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 49.3 ઓવરમાં 279 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે સાત વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.
40.1 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 269 રન છે. જીતવા 11 રનની જરૂર છે. હસન સાકીબ 4 અને હૃદોય 15 રને રમતમાં છે. મહમુદુલ્લા 22 રન, મુશ્ફીરક રહીમ 10 રન અને મહેંદી હસન મિરાઝ 3 રન બનાવી આઉટ થયા હતા.
37 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 247 રન છે. જીતવા 78 બોલમાં 33 રનની જરૂર છે. મહમુદુલ્લા 22 અને રહીમ 8 રને રમતમાં છે. શાન્ટો 90 રન બનાવી અને શાકીબ અલ હસન 82 રન બનાવી આઉટ થયા હતા.
25 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 161 રન છે. નજમુલ શાન્ટો 71 રને અને શાકિબ અલ હસન 251 રને રમતમાં છે. બંને સ્કોર બોર્ડને ફરતું રાખવાની સાથે નબળા બોલ પર પ્રહાર કરી રહ્યા છે. બાંગ્લાદેશને મેચ જીતવા 25 ઓવરમાં 119 રનની જરૂર છે અને 8 વિકેટ હાથમાં છે.
18 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 108 રન છે. નજમુલ શાન્ટો 40 રને અને શાકિબ અલ હસન 29 રને રમતમાં છે. બંને સ્કોર બોર્ડને ફરતું રાખવાની સાથે નબળા બોલ પર પ્રહાર કરી રહ્યા છે.
9 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 54 રન છે. નજમુલ શાન્ટો 13 રને અને શાકિબ અલ હસન 6 રને રમતાં છે. બાંગ્લાદેશને મેચ જીતવા 226 રનની જરૂર છે.
9 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 54 રન છે. નજમુલ શાન્ટો 13 રને અને શાકિબ અલ હસન 6 રને રમતાં છે. બાંગ્લાદેશને મેચ જીતવા 226 રનની જરૂર છે.
શ્રીલંકાની ઈનિંગ્સ 49.3 ઓવરમાં 279 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે બાંગ્લાદેશને જીતવા માટે 280 રનનો ટાર્ગેટ છે. આ પહેલા બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 105 બોલમાં 108 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય શોરીફુલ ઈસ્લામ અને શાકિબ અલ હસનને 2-2 સફળતા મળી છે. મહેંદી હસન મિરાજે 1 વિકેટ લીધી હતી.
ચરિથ અસલંકાએ સદીનો આંકડો પાર કરી લીધો છે. આ ખેલાડીએ 101 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. હાલમાં ચરિથ અસલંકા 102 બોલમાં 101 રન બનાવીને રમી રહ્યો છે. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી છે. શ્રીલંકાનો સ્કોર 48 ઓવરમાં 7 વિકેટે 270 રન છે.
શ્રીલંકાનો સ્કોર 45 ઓવર બાદ 6 વિકેટે 252 રન છે. ચરિથ અસલંકા 95 બોલમાં 90 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે મહિષ તિક્ષ્ણાએ 28 બોલમાં 18 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે 44 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી.
શ્રીલંકાનો સ્કોર 42 ઓવર બાદ 6 વિકેટે 229 રન છે. હાલમાં મહિષ તિક્ષ્ણા અને ચરિથ અસલંકા ક્રિઝ પર છે. ચરિથ અસલંકા 90 બોલમાં 80 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે મહિષ તિક્ષ્ણાએ 15 બોલમાં 4 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે 26 બોલમાં 16 રનની ભાગીદારી થઈ હતી.
શ્રીલંકાનો સ્કોર 200ને પાર કરી ગયો છે. 37 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 208 રન છે. અસલંકા 68 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ઉત્તેજના છે. મેથ્યુઝ 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ટાઈમ આઉટના કારણે વિકેટ ગુમાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શ્રીલંકાની ટીમને આ પસંદ નથી. 29 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 157 રન છે.
નિયમ 40.1.1 અનુસાર, વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રિટાયર્ડ થયા પછી બેટ્સમેન બૉલ રમવાની 3 મિનિટની અંદર આગળનો બૉલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો આમ ન થાય તો બૉલિંગ ટીમ અપીલ કરશે તો બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાય છે. આમાં બૉલરને વિકેટનો શ્રેય મળતો નથી.
શું છે આખો મામલો ?
મેચમાં શ્રીલંકન બેટ્સમેન સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો. તેનું હેલ્મેટ યોગ્ય ન હતું અને તેને પહેરવામાં મુશ્કેલી હતી. આ કારણે તેને પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું, જે દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યૂસ સામે આઉટ કરવાની અપીલ કરી. એમ્પાયરે મેથ્યૂસ પાસે ગયા અને તેને પાછા જવા કહ્યું, મેથ્યૂસ થોડીવાર એમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો હતો.
આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં અત્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે, આ મેચમાં આજે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. આ મેચ દરમિયાન એવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યુ. ખરેખરમાં, શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી. વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સામે ક્રિકેટ મેચ રમી રહી છે, આ મેચમાં જોરદાર ઘટના ઘટી છે, જેને તમામ દિગ્ગજોને ચોંકાવી દીધા, શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યૂઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટથી આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. એન્જેલો મેથ્યૂઝ એક પણ બૉલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
શ્રીલંકાને મોટો ફટકો પડ્યો છે. મેથ્યૂસ એકપણ બોલ રમ્યા વિના આઉટ થયો હતો. મેથ્યુસ ટાઈમ આઉટ થવાના કારણે બહાર છે. શ્રીલંકાએ 138 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. 25.3 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે.
સાદિરાએ બાંગ્લાદેશની ઇનિંગની કમાન સંભાળી છે. 24 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 134 રન છે. સાદિરા 41 બોલમાં 41 રન બનાવીને રમી રહી છે.
શ્રીલંકાનો સ્કોર 21 ઓવર બાદ 3 વિકેટે 117 રન છે. સદિરા સમરવિક્રમા 30 બોલમાં 31 રન બનાવીને અણનમ છે. જ્યારે ચરિથ અસલંકાએ 28 બોલમાં 24 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે ચોથી વિકેટ માટે 54 બોલમાં 51 રનની ભાગીદારી છે.
શ્રીલંકાનો સ્કોર 18 ઓવર બાદ 3 વિકેટે 105 રન છે. હાલમાં સાદિરા સમરવિક્રમા અને ચરિથ અસલંકા ક્રિઝ પર છે. સાદિરા સમરવિક્રમા 19 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ચરિથ અસલંકા 20 બોલમાં 20 રન બનાવીને ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 36 બોલમાં 36 રનની ભાગીદારી નોંધાઈ હતી.
2023ના વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાંથી બહાર છે પરંતુ શ્રીલંકા માટે હજુ પણ આશા જીવંત છે. આ આશાને જીવંત રાખવા માટે શ્રીલંકાના ખેલાડીઓ આજે મેદાનમાં ઉતર્યા છે.
બાંગ્લાદેશની ટીમ પણ આશા સાથે શ્રીલંકાનો સામનો કરશે. આ આશા પોઈન્ટ ટેબલમાં ટોપ-7માં રહીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે લાયકાત સાથે જોડાયેલી હશે. ખરેખર, આ વર્લ્ડકપમાં ટોપ-7 ટીમોને વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની સીધી ટિકિટ મળશે. જો કે આ મેચમાં સમગ્ર ધ્યાન શ્રીલંકા પર રહેશે. જો શ્રીલંકા હજુ પણ સેમિફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને આ મેચ મોટા અંતરથી જીતવી પડશે અને પછી તેને આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મોટી હાર આપવી પડશે. આ સાથે તેણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બાકીની મેચોના પરિણામ પણ તેના પક્ષમાં આવે તે માટે પ્રાર્થના કરવી પડશે.
બ્રેકગ્રાઉન્ડ
Bangladesh vs Sri Lanka Live Updates: 2023ના વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાંથી બહાર છે પરંતુ શ્રીલંકા માટે હજુ પણ આશા જીવંત છે. આ આશાને જીવંત રાખવા માટે શ્રીલંકાના ખેલાડીઓ આજે મેદાનમાં ઉતર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -