સિંધુએ ટ્વિટ કરીને 10 લાખ રૂપિયા દાન કરવાની જાણકારી આપી હતી. સિંધુએ કહ્યું, “કોરોનાવાયરસથી લડવા માટે હું તેલંગણાના અને આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી રાહત કોષમાં પાંચ-પાંચ લાખ રૂપિયા દાન કરું છું. ”
ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી 50 લાખ રૂપિયાની મદદથી એ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે જેમને સુરક્ષા માટે સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યા છે. ગૌતમ ગંભીરે પણ પોતાની સંસદ નિધિમાંથી 50 લાખ રૂપિયા કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં આપી ચૂક્યા છે. જ્યારે બજરંગ પુનિયા પણ પોતાની 6 મહિનાની સેલેરી દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.