Bangladesh Squad For T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અનુભવી ખેલાડી મહમુદુલ્લાહને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. શાકિબ અલ હસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો કેપ્ટન શાકિબ અલ હસન સિવાય લિટન દાસ, શબીર રહેમાન, યાસિર અલી, ઇબાદત હુસૈન, મેહદી હસન મિરાજ અને નુરુલ હસન જેવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે
મહમુદુલ્લાહને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું
આ ઉપરાંત હસન મહમૂદ, આતિફ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, મોસાદ્દેક હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન અને નજમુલ હુસૈન સેન્ટો ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશી ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા. વાસ્તવમાં એશિયા કપ 2022માં બાંગ્લાદેશનું પ્રદર્શ નિરાશાજનક રહ્યું હતું. શાકિબ અલ હસનની કેપ્ટનશીપમાં આ ટીમ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પહોંચી શકી નથી. આ સાથે જ અનુભવી ખેલાડી મહમુદુલ્લાહને સ્થાન ન મળવું એ આશ્ચર્યજનક નિર્ણય છે.
જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ભારતીય ટીમમાં પરત ફર્યા છે
નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી ટી-20 વર્લ્ડકપ માટે રોહિત શર્મા ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલ વાઇસ કેપ્ટન હશે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. આ સાથે જ એશિયા કપ 2022માં પોતાની ડેથ ઓવર બોલિંગ સ્કિલથી પ્રભાવિત કરનાર અર્શદીપ સિંહને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ ભારતીય ટીમમાં મોહમ્મદ શમી, દીપક ચહર અને શ્રેયસ અય્યરને સ્થાન મળ્યું નથી.