Team India's Playing-11: મીરપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટો ફેરફાર કર્યો છે. ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવની જગ્યાએ જયદેવ ઉનડકટને સામેલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાના આ નિર્ણયથી ફેન્સ ખૂબ નારાજ છે. વાસ્તવમાં કુલદીપ યાદવ છેલ્લી ટેસ્ટ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેણે કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં ભારતીય ચાહકો તેને પ્લેઇંગ-11માંથી બાકાત રાખવામાં નિરાશ થયા છે.
કુલદીપ યાદવે આ પહેલા પણ ઘણી વખત ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે તે સતત ટીમની અંદર અને બહાર થતો રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો નારાજ છે કે ટીમ ઈન્ડિયા નિયમિતપણે પ્લેઈંગ-11માં આટલા મજબૂત બોલરને શા માટે સામેલ નથી કરતી.
મીરપુરના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમની વિકેટ પણ વધુ સ્પિનર ફ્રેન્ડલી છે. આવી સ્થિતિમાં સ્પિનરની જગ્યાએ વધારાના ફાસ્ટ બોલરને રમાડવાના નિર્ણયને ચાહકો પણ સમજી શકતા નથી. ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.