Most Sixes In Calender Year: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે 40 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ ખૂબ જ ખાસ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. વાસ્તવમાં, રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોહિત શર્માએ ODI ફોર્મેટમાં 52 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા પહેલા માત્ર ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સે જ એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
રોહિત શર્મા એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી ત્રીજો બેટ્સમેન બન્યો
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી હતો. એબી ડી વિલિયર્સે વર્ષ 2015માં 59 સિક્સર ફટકારી હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલે એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ક્રિસ ગેલે વર્ષ 2019માં 56 છગ્ગા ફટકાર્યા હતા. જો કે આ વર્લ્ડ કપમાં રોહિત એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને પાછળ છોડી શકે છે.
વર્લ્ડકપમાં ભારતીય કેપ્ટન ફુલ ફોર્મ છે
તો બીજી તરફ, ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ 5 મેચમાં 311 રન બનાવ્યા છે. રોહિત શર્માની એવરેજ 62.00 રહી છે. રોહિત શર્મા બાદ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને સૌથી વધુ રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાને 4 મેચમાં 98.00ની એવરેજથી 294 રન બનાવ્યા છે. આ પછી ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર છે. રચિન રવિન્દ્રએ 5 મેચમાં 72.50ની એવરેજથી 290 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ યાદીમાં ચોથા સ્થાને છે. વિરાટ કોહલીએ 5 મેચમાં 141.00ની એવરેજથી 282 રન બનાવ્યા છે.
વનડેમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પાકિસ્તાનનો બેટ્સમેન શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સિક્સ ફટકારવામાં સૌથી વધુ 351 સિક્સર સાથે સૌથી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 50 ઓવરની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં આફ્રિદી બાદ બીજા સ્થાન પર છે.
શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 351
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 331
રોહિત શર્મા (ભારત) - 303
સનથ જયસૂર્યા (શ્રીલંકા) -270
એમએસ ધોની (ભારત) - 229