Team India for New Zealand T20 Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 શ્રેણી અને વનડે  સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટી-20 સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી નથી. જ્યારે હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન રહેશે.


 






કેએલ રાહુલ અને અક્ષર પટેલ પણ નહીં રમે


વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી. બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ બંને ખેલાડીઓ પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે ઉપલબ્ધ નહીં રહી શકે.


પૃથ્વી શોની વાપસી, જીતેશ શર્માને તક મળી


29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટ કીપર હશે. આ પહેલા સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયા બાદ તેને શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં પણ તક મળી હતી. તો બીજી તરફ, લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી પર કામ કરી રહેલા ઓપનર પૃથ્વી શૉને ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તક મળી છે.


રોહિત-કોહલી અને રવિન્દ્ર જાડેજા વગર ટીમ ઈન્ડિયા રમશે


બોર્ડે ફરી એકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં પસંદ કર્યા નથી. જોકે, BCCIએ આ બે દિગ્ગજ ખેલાડીઓને પસંદ ન કરવાનું કારણ જણાવ્યું નથી. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ ફિટ નહોતો. આ કારણે તેને ટીમમાં જગ્યા મળી નથી. 


ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા - હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.


 






વનડે માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકી), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક


ભારત ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ


ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી ટી20  27-જાન્યુઆરી – રાંચી


ભારત વિ ન્યુઝીલેન્ડ, 2જી ટી20 29-જાન્યુઆરી - લખનૌ


ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી અને અંતિમ ટી20 01- ફેબ્રુઆરી  – અમદાવાદ