IND vs SL: વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂરો થયા બાદ ભારતે ઘરઆંગણે શ્રીલંકા સામે ટી-20 અને ટેસ્ટ સીરિઝ રમવાનું છે. જોકે હવે શિડ્યૂલમાં બદલાવ કરવામાં આવ્યો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, BCCI એ ભારતના આગામી શ્રીલંકા પ્રવાસના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી છે. લખનઉ હવે પ્રથમ T20Iનું આયોજન કરશે, જ્યારે બાકીની બંને ટ20 ધર્મશાળામાં રમાશે. પ્રથમ ટેસ્ટ હવે 4-8 માર્ચ દરમિયાન મોહાલીમાં અને બીજી ટેસ્ટ 12-16 માર્ચ દરમિયાન બેંગલુરુમાં રમાશે.




વિન્ડિઝ સામે ટી20 શ્રેણી પહેલા વિરાટ કોહલીને લઈ શું કહ્યું રોહિત શર્માએ


રોહિત શર્માએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, 'મને લાગે છે કે તે તમારા લોકો (મીડિયા)ને કારણે શરૂ થયું છે. જો તમે લોકો થોડીવાર માટે શાંત થાવ તો વિરાટ કોહલી ઠીક થઈ જશે અને દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે. તે સારી માનસિકતામાં છે અને એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલો સમય પસાર કરે છે, ત્યારે તે જાણે છે કે દબાણની પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી. મને લાગે છે કે આ બધું તમારાથી શરૂ થયું છે. થોડો સમય શાંત રહેશો તો બધું સારું થઈ જશે.


કુલદીપ-ચહલની જોડી વિશે રોહિતે શું કહ્યું?


ચહલ પહેલેથી જ લયમાં છે. કુલદીપને થોડો સમય લાગશે કારણ કે તે કેટલાક સમયથી ઈજાગ્રસ્ત હતો. રિસ્ટ સ્પિનરોને લયમાં આવવામાં સમય લાગે છે, તેથી અમારે રાહ જોવી પડશે. હું જોઈ શકું છું કે તે નેટ્સ પર ખૂબ જ મહેનત કરી રહ્યો છે.


T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર રોહિતે શું કહ્યું?


દરેક માટે દરવાજા ખુલ્લા છે, અમે ઝડપી નિર્ણયો લેતા નથી, અમે યોગ્ય સંયોજન સાથે જવા માંગીએ છીએ કારણ કે તમને ઓસ્ટ્રેલિયામાં વિવિધ પરિસ્થિતિઓ જોવા મળશે. તમારે ત્યાં વિવિધ કુશળતાની જરૂર પડશે, અમે તે મુજબ તૈયારી કરવા માંગીએ છીએ અને અમે તમામ બાબતોને આવરી લેવા માંગીએ છીએ."