BCCI Income: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. બીસીસીઆઈની કમાણી દર વર્ષે સતત વધી રહી છે. ખાસ કરીને 2019થી અત્યાર સુધીમાં બોર્ડે ઘણી કમાણી કરી છે. બીસીસીઆઈના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી તરીકે જય શાહના સેક્રેટરી બન્યા બાદ બોર્ડની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો હતો. આજે 18 ઓક્ટોબરની વાર્ષિક સામાન્ય સભા (AGM) પછી, બોર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી કમાણી કરી છે તેની માહિતી જાહેર કરી છે.
BCCIએ ત્રણ વર્ષમાં 5600 કરોડની કમાણી કરી
2019માં BCCI પાસે 3400 કરોડ રૂપિયા હતા, પરંતુ હવે તેમની પાસે કુલ 9000 કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે બોર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં 5600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણીનો મુખ્ય હિસ્સો ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી આવ્યો છે. બોર્ડે મહામારી હોવા છતાં સફળતાપૂર્વક IPLનું આયોજન કર્યું હતું. 2020 સીઝન માટે મુખ્ય ટાઈટલ સ્પોન્સર, Vivoના નિકળી ગયા પછી, બોર્ડે 222 કરોડ રૂપિયામાં 2020ની સીઝન માટે ડ્રીમ XI સાથે જોડાણ કર્યું હતું. બોર્ડે વિવિધ દેશોની ટીમો સાથે આયોજીત કરેલી દ્વિપક્ષીય સિરીઝ મેચોમાંથી પણ સતત કમાણી કરી છે.
BCCIએ IPLના રાઈટ્સ વેચીને મોટી કમાણી કરી
બીસીસીઆઈએ આ વર્ષે આઈપીએલના મીડિયા રાઈટ્સ વેચી દીધા છે. આમાંથી લગભગ 50 હજાર કરોડની કમાણી કરી છે. પહેલીવાર ટીવી અને ડિજિટલ રાઈટ્સ અલગ-અલગ વેચવામાં આવ્યા છે. જ્યારે સ્ટારે ટીવીના પ્રસારણ રાઈટ્સ જાળવી રાખ્યા છે, ત્યારે Viacom-18 ડિજિટલ રાઈટ્સ જીત્યા છે. આગામી સિઝનથી બોર્ડને IPLની એક મેચ માટે 100 કરોડ રૂપિયાથી વધુની રકમ કમાણી તરીકે મળવાની છે.
બીસીસીઆઇના 36માં અધ્યક્ષ બન્યા રોજર બિન્ની, સૌરવ ગાંગુલીની જગ્યા લીધી
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડમાં મોટો ફેરફાર થઇ ગયો છે. 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમની સભ્ય અને પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની (Roger Binny) બીસીસીઆઇના 36 અધ્યક્ષ બની ગયા છે. રોજર બિન્નીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને રિપ્લેસ કર્યા છે. બીસીસીઆઇની મુંબઇમાં ચાલી રહેલી એન્યૂઅલ જનરલ મીટિંગમાં રોજર બિન્નીએ નિર્વિરોધ બીસીસીઆઇના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે.
ગયા અઠવાડિયાએ એ સ્પષ્ટ થઇ ગયુ હતુ કે રોજર બિન્ની બીસીસીઆઇના આગામી અધ્યક્ષ બનશે. ગયા અઠવાડિયે દિલ્લીમાં બીસીસીઆઇના અધિકારીઓની મહત્વની બેઠક થઇ હતી. આ બેઠક બાદ રોજર બિન્નીએ બીસીસીઆઇના અધ્યક્ષ બનવા માટે નૉમિનેશન ફાઇલ કર્યુ હતુ. રોજર બિન્ની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે કોઇ નૉમિનેશન એપ્લાય ન હતુ થયુ આ નિર્વિરોધ બીસીસીઆઇ 36માં અધ્યક્ષ પસંદ કરવામા આવ્યા છે.