એએનઆઈના રિપોર્ટ અનુસાર બીસીસીઆઈની મેડિકલ ટીમના સીનિયર સભ્યએ પોતાના સાથીને કોરોના પોઝિટિવ આવાવની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “એ સાચું છે કે અમારા એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેમનામાં કોરોનાના લક્ષણ નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોરોના પોઝિટિવ મળી આવેલ સભ્યને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.''
આ પહેલા 29 ઓગસ્ટના રોજ બીસીસીઆઈના બે ખેલાડીઓ સહિત સીએસકના 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવાવની જાણકારી આપી હતી. સીએસકે ટીમના મેનેજમેન્ટનો દાવો છે કે આ તમામ સભ્યનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. જોકે 14 દિવસ સુધી કોરેન્ટાઈન પીરિયર પૂરો થયા બાદ જ આ સભ્યો ફરી જોડાઈ શકશે.