નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને હાલ આખી દુનિયામાં ભય ફેલાયેલો છે, ત્યારે ભારતમાં દર વર્ષે રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ને લઇને બીસીસીઆઇ વિચાર વિમર્શ કરી રહ્યું છે. બીસીસીઆઇએ આ પહેલા 29 માર્ચે શરૂ થતી આઇપીએલને 15 એપ્રિલ સુધી ટાળી દીધી હતી.
હવે આઇપીએલની 13 સિઝનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, તે પ્રમાણે હાલ બીસીસીઆઇ તરફથી કોઇપણ યોજના નથી.
રિપોર્ટ છે કે, બીસીસીઆઇ આ વખતની સિઝનને રદ્દ કરી શકે છે. કેમકે હાલ આઇપીએલને લઇને કોઇપણ પ્રકારની મીટિંગ કે ગવર્નિંગ કાઉન્સિંગની બેઠક પણ મળી નથી. ઉપરાંત 15 એપ્રિલ બાદ ટાળી દેવામા આવેલી આઇપીએલને લઇને કોઇ નવી જાહેરાત પણ સામે આવી નથી.
નોંધનીય છે કે, હાલ દેશભરમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે.