નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટની અનેક ટુર્નામેન્ટ રદ્દ કરવી પડી છે. જેના કારણે જે તે દેશના ક્રિકેટ બોર્ડને મોટી ખોટ ગઈ છે. કોરોના મહામારીના કારણે થયેલી નાણાકીય ખોટને ભરપાઈ કરવા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મોટો ફેંસલો લીધો છે.

ECBએ કહ્યું કે, હાલ અમે કોરોના વાયરસ પર નજર રાખી રહ્યા છીએ અને અમારી કોશિશ કેવી રીતે બચત થાય તે છે. બોર્ડે કહ્યું કે, સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ સાથે આમ કરવાની એક સામાન્ય રીત છે. તેમને પણ ખબર છે કે આપણે આ સ્થિતિમાં એકબીજાની સાથે રહેવાનું છે.

ઈંગ્લેન્ડના જેટલા પણ ખેલાડી સેન્ટ્રાલ કોન્ટ્રાક્ટ પર છે તેને ઈસીબી પૂરી સેલરી આપે છે. આ સ્થિતિમાં ગત સપ્ટેમ્બરમાં બોર્ડે 10 ટેસ્ટ કોન્ટ્રાક્ટ અને 12 વન ડે અને ટી-20 કોન્ટ્રાક્ટ આપ્યા હતા. જેમાં રૂટ, બેન સ્ટોક્સ અને બટલર ત્રણેય ફોર્મેટ રમતા ખેલાડીઓ હતા. આ ખેલાડીઓની સેલરીમાંથી 1.86 કરોડ રૂપિયા કાપી નાંખવામાં આવશે.

ઈંગ્લેન્ડે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની છે પરંતુ હવે કોરોના વાયરસના કારણે તેને રદ્દ કરવામાં આવે તેવી શક્યતા છે.