Sourav Ganguly On Franchise Cricket: પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક મોટું નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીને પુછવામાં આવ્યું હતું કે, હાલ ક્રિકેટરો દેશ માટે રમવાની જગ્યાએ આઈપીએલ કે પછી ફ્રેંચાઈજી ક્રિકેટને વધારે મહત્વ આપે છે? આ પ્રશ્નના જવાબમાં દાદાએ કહ્યું કે, હું આ વાતને લઈ આશ્વસ્ત છું કે, ભારતમાં આવું બિલકુલ નહીં થાય.


દેશ માટે રમવું કોઈ પણ ખેલાડી માટે ગર્વની વાતઃ
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દેશ માટે રમવું કોઈ પણ ખેલાડી માટે ઘણું મોટી વાત હોય છે. જો કોઈ ખેલાડી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે તો મને નથી લાગતું કે તે ફ્રેંચાઈજી ક્રિકેટને વધારે મહત્વ આપે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ખેલાડી આઈપીએલ કે પછી ફ્રેંચાઈજી ક્રિકેટને વધારે મહત્વ નથી આપતા હું આ વાતથી આશ્વસ્ત છું. ભારતમાં ફ્રેંચાઈજી ક્રિકેટ વગર ખેલાડી દેશ માટે રમવાનું પસંદ કરે છે.


'SENA' દેશોમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતાઃ
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા અપાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ભારતના ક્રિકેટર ફ્રેંચાઈજી ક્રિકેટ વગર પોતાના દેશ માટે રમવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનમાં ગણાય છે. તેમણે વર્ષ 1996માં પોતાના કરિયરની શરુઆત કરી હતી. અત્યારે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ છે.


આ પણ વાંચોઃ


UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...


Watch : PM મોદી બાળકને સંસ્કૃતમાં બોલતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ!, બાળકે ઢોલ વગાડીને કરી દીધા ખુશ