Ben Stokes IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ટીમને મોટો ઝટકો આપ્યો છે.
બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે તે IPLની આગામી એટલે કે 2023ની સીઝન રમી શકશે નહીં. તે ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેશે. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. જ્યારે ઇંગ્લિશ ટીમે તેની ટેસ્ટ શ્રેણી જૂનથી શરૂ કરવાની છે.
ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણી
ઈંગ્લેન્ડની ટીમ 1 જૂનથી આયરલેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી ઇંગ્લિશ ટીમે 5 ટેસ્ટ મેચોની એશિઝ શ્રેણી પણ રમવાની છે. ESPNના રિપોર્ટ અનુસાર, બેન સ્ટોક્સ ચોક્કસપણે આયરલેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. તેણે પોતે આ વાતની પુષ્ટી કરી છે.
જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. આ પછી 21 મે સુધી લીગ તબક્કાની મેચો રમાશે. આ પછી પ્લેઓફની મેચ રમાશે. ત્યારબાદ છેલ્લે 28મી મેના રોજ ટાઈટલ મેચ રમાશે.
ચેન્નઈની ટીમને ઓપનિંગ મેચ રમવાની છે
આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રમી છે. આ મેચ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ ટીમ સામે થશે. ચેન્નઈની ટીમે લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. જો ચેન્નઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તો બેન સ્ટોક્સ વિના તેને ઘણી મુશ્કેલી પડશે.
બેન સ્ટોક્સ વિના પ્લેઓફ રમવું પડશે
ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટ (24 ફેબ્રુઆરીથી)માં ઉતરતા પહેલા બેન સ્ટોક્સે આયરલેન્ડ સામે 1 જૂનથી રમાનાર ટેસ્ટ વિશે કહ્યું હતું કે 'હા, હું રમીશ. હું સ્પષ્ટ કહું છું કે હું મારી જાતને વાપસી કરવા અને તે મેચ (આયર્લેન્ડ સામે) રમવા માટે પૂરો સમય આપીશ.
બેન સ્ટોક્સના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે તે 15 કે 20 મે સુધીમાં IPL છોડી શકે છે. અથવા બેન સ્ટોક્સ IPL 2023 સીઝનમાં લીગ તબક્કાની તમામ મેચો રમીને સ્વદેશ પરત ફરી શકે છે. એટલે કે જો ચેન્નઈની ટીમ પ્લેઓફમાં પહોંચે છે તો તેને બેન સ્ટોક્સ વિના રમવું પડશે.