IND-A vs PAK-A: આજે 23 જુલાઇએ એટલે કે રવિવારે ઇમર્જિંગ એશિયા કપ 2023 ટૂર્નામેન્ટની હાઇ-વૉલ્ટેજ ફાઇનલમાં મેચ રમાશે, આ જે ભારત Aની ટક્કર પાકિસ્તાન A સામે થશે. યશ ધુલની કેપ્ટનશીપમાં આજે ભારતનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. ભારત સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું અને ફાઇનલમાં પહોંચ્યુ હતુ. ભારતીય સ્પિનરો નિશાંત સિંધુ (5/20) અને માનવ સુથાર (3/32) આક્રમક દેખાયા હતા, તો વળી, યશ ધુલે 66 રનની ઉમદા ઇનિંગ રમી હતી.


પાકિસ્તાન A એ સેમી ફાઇનલમાં શ્રીલંકાને 60 રનથી હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમને પણ ઓછી આંકી શકાય તેમ નથી. ટીમના કેટલાય ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં રમી ચૂક્યા છે. ઓલરાઉન્ડર મોહમ્મદ વસીમ જૂનિયર, કેપ્ટન મોહમ્મદ હેરિસ, ઓપનર સાહિબજાદા ફરહાન અને ફાસ્ટ બૉલર અરશદ ઈકબાલ પણ ઘણો અનુભવી છે. 


પાકિસ્તાન-એ ટીમમાં કેટલાય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ - 
પાકિસ્તાનની ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ સામેલ છે, જેઓ સીનિયર લેવલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. કેપ્ટન મોહમ્મદ હરિસ ગયા વર્ષે પાકિસ્તાન માટે ટી-20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે. આ ઉપરાંત સામ અયુબ, તૈયબ તાહિર, મોહમ્મદ વસીમ જૂનિયર અને શાહનવાઝ દહાનીનો સમાવેશ થાય છે. વસીમ અને દહાની ગયા વર્ષે ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની સીનિયર ટીમનો પણ ભાગ હતા. વળી, ભારત-Aમાં સામેલ કોઈપણ ખેલાડીએ અત્યાર સુધી સીનિયર લેવલે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી. સુદર્શન, અભિષેક અને રિયાન પરાગને બાદ કરતાં બાકીનાને આઈપીએલનો બહુ અનુભવ પણ નથી.


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11


ભારતીય ટીમ:- સાઈ સુદર્શન, અભિષેક શર્મા, નિકિન જૉસ, યશ ધૂલ (કેપ્ટન), રિયાન પરાગ, નિશાંત સિંધુ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), માનવ સુથાર, હર્ષિત રાણા, આરએસ હંગરગેકર, નીતિશ રેડ્ડી/યુવરાજસિંહ ડોડિયા.


પાકિસ્તાન ટીમઃ- સામ અયુબ, તૈયબ તાહિર, મોહમ્મદ હરિસ (કેપ્ટન, વિકેટકીપર), સાહિબજાદા ફરહાન, ઓમૈર યુસુફ, કાસિમ અકરમ, મોહમ્મદ વસીમ જૂનિયર, અરશદ ઈકબાલ, સુફિયાન મુકિમ, મુબાસિર ખાન, આમદ બટ્ટ.


ભારત-એની ફૂલ સ્ક્વૉડ -


સાઈ સુદર્શન, અભિષેક શર્મા, નિકિન જૉસ, યશ ધૂલ (કેપ્ટન), રિયાન પરાગ, નિશાંત સિંધુ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), માનવ સુથાર, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, આરએસ હંગરગેકર, આકાશસિંહ, પ્રદોષ પોલ, પ્રભસિમરન સિંહ, યુવરાજસિંહ ડોડિયા.


પાકિસ્તાન-એની સ્ક્વૉડ -


સામ અયુબ, તૈયબ તાહિર, મોહમ્મદ હરિસ (કેપ્ટન, વિકેટકીપર), કામરાન ગુલામ, સાહિબજાદા ફરહાન, ઓમેર યુસુફ, કાસિમ અકરમ, મોહમ્મદ વસીમ જૂનિયર, અરશદ ઈકબાલ, શાહનવાઝ દહાની, સુફિયાન મુકીમ, હસીબુલ્લાહ ખાન, મુબાસિર ખાન, આમદ બટ્ટ, મેહરાન મુમતાઝ.