BBL Draft System: ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગમાં હવે વિદેશી ખેલાડીઓની પસંદગી ડ્રાફ્ટ સિસ્ટમથી કરવામાં આવશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ આગામી સીઝનથી લાગુ થશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ હેઠળ તમામ ટીમોએ ઓછામાં ઓછા 2 ખેલાડીઓ પસંદ કરવાના રહેશે, જ્યારે વધુમાં વધુ 3 ખેલાડીઓની પસંદગી કરી શકાશે. એવું માનવામાં આવે છે કે આ ડ્રાફ્ટ સિસ્ટમ માટે નોમિનેશન આગામી થોડા જ મહિનામાં શરૂ થશે.
પ્લેટિનમ સહિત 4 કેટેગરી હશેઃ
ખેલાડીઓની પસંદગી માટેની આ ડ્રાફ્ટ સિસ્ટમમાં 4 કેટેગરી હશે. પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 4 કેટેગરી હશે. વિવિધ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત અલગ-અલગ હશે. પ્લેટિનમ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત સૌથી વધુ હશે. મહત્વનું છે કે લોટરી દ્વારા ડ્રાફ્ટ ઓર્ડર નક્કી કરવામાં આવશે. જ્યારે આ સિવાય તમામ ટીમો પાસે ખેલાડીઓને રીટેન કરવાનો (જાળવી રાખવાનો) વિકલ્પ હશે.
પ્લેટિનમ કેટેગરીના ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાંઃ
પ્રથમ રાઉન્ડમાં પ્લેટિનમ કેટેગરીમાં સામેલ ખેલાડીઓ હશે. તમામ બિગ બેશ ટીમોને ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 વિદેશી ખેલાડીઓ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય આ લીગમાં રમતી તમામ ટીમો વધુમાં વધુ 18 ખેલાડીઓની ટીમ બનાવી શકે છે. જેમાં 2-3 વિદેશી ખેલાડીઓ હશે, જ્યારે બાકીના સ્થાનિક ખેલાડીઓ હશે.
આ પણ વાંચોઃ
Breaking News LIVE: મને કોઈ અટેક નહોતો આવ્યો, મારું અપહરણ થયું હતુંઃ નીતિન દેશમુખ
PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE