નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વૉર્નના મોતને લઇને આજે થાઇલેન્ડ પોલીસે અધાકારિક નિવેદન જાહેર કર્યુ છે. પોલીસે આજે શેન વૉર્નના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટની જાણકારી સાર્વજનિક આપી છે. પોલીસનુ કહેવુ છે કે શેન વૉર્નનુ મોત કુદરતી છે. તપાસમાં હજુ સુધી કોઇ સંદિગ્ધતા નથી મળી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, પોલીસને પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ મળી ગયો છે. મેડિકલ રિપોર્ટ ઓપિનિયન એ જ છે કે શેન વૉર્નનુ મોત કુદરતી છે. પોલીસ જલદી જ આના હિસાબે કાયદાના જાણકારો સાથે વાત કરશે.
હૉટલના રૂમમાંથી પોલીસને મળ્યા હતા લોહીના ડાઘા - ધબ્બા
આ પહેલા થાઇલેન્ડ પોલીસને શેન વૉર્નના રૂમમાંથી લોહીના ડાઘા -ધબ્બા મળ્યા હતા. ખાસ વાત છે કે શેન વૉર્ન અચેતન અવસ્થામાં થાઇલેન્ડમાં પોતાના રૂમમાંથી બેભાન હાલતમાં મળ્યો હતો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત પહેલાથી જ સામે આવી ચૂકી છે, અને હવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
થાઈલેન્ડ પોલીસનુ કહેવુ છે કે, વોર્નનુ જે વિલામાં મોત થયુ હતુ ત્યાંથી લોહી મળી આવ્યુ છે.શેન વોર્નની મોત બાદ સ્થાનિક પોલીસે નિવેદનમાં કહ્યુ હતુ કે, વિલામાં મોટા પાયે લોહીના ધબ્બા મળી આવ્યા છે.કદાચ સીપીઆર આપવાના કારણે શેન વોર્નના મોઢામાંથી લોહી નિકળ્યુ હોય તેવુ બની શકે છે.
થાઈલેન્ડ પોલીસના કહેવા પ્રમાણે શેન વોર્નને એટેક આવ્યો તે પહેલા તેમને છાતીમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો.વિલામાં જ્યારે તે મળી આવ્યા ત્યારે તેમને સીપીઆર આપવામાં આવ્યો હતો.
દુનિયાના મહાન સ્પીનર શેન વૉર્નનુ 52 વર્ષની ઉંમરમાં જ નિધન થઇ ગયુ છે. તેના બૉલને રમવા દુનિયાના કોઇપણ બેટ્સમેન માટે આસાન ન હતા. કેમ કે ઓસ્ટ્રેલિયન બૉલર શેન વૉર્નને ક્રિકેટની દુનિયાનો જાદુય સ્પીનર કહેવામાં આવતો હતો. શેન વૉર્ન પોતાની ક્રિકેટ કેરિયરમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો