Asia Cup 2022 Updates: આજથી શ્રીલંકા-અફઘાનિસ્તાન મેચથી એશિયા કપની શરૂઆત, ભારત-પાકિસ્તાન મેચને લઇને માહોલ જામ્યો

આજથી એશિયા કપની શરૂઆત થઇ રહી છે, આજની પ્રથમ મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાની ટીમો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Aug 2022 02:39 PM
પિચ રિપોર્ટ - 

શ્રીલંકા અને અફઘાનિસ્તાની વચ્ચે એશિયા કપની પહેલી મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દુબઇની પીચની વાત કરીએ તો આ પિચ બેટ્સમેનો અને બૉલરો બન્નેની એકસરખી મદદ કરશે. જોકે, આ પિચ થોડી સ્લૉ રહી શકે છે, આને આનો ફાયદો સ્પિનરોને મળી શકે છે. આ મેદાનમાં ટી20નો એવરેજ સ્કૉર 140 રન છે. 

આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ

Sri Lanka vs Afghanistan Match Preview: આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે. આજની ટી20 મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો આજની મેચ વિશે....  

આજે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ

Sri Lanka vs Afghanistan Match Preview: આજથી એશિયા કપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે, આજે પહેલી મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ માટે બન્ને ટીમો પહેલાથી જ તૈયાર થઇ ચૂકી છે. આજની ટી20 મેચ દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જાણો આજની મેચ વિશે....  

Asia Cup 2022: છ દેશ વચ્ચે ચેમ્પિયન બનવા જંગ

Asia Cup 2022: એશિયા કપની 15મી આવૃત્તિનો આજથી આરંભ થશે. કુલ 16 દિવસ ચાલનારી એશિયા કપ ટી-20માં 13 મુકાબલના અંતે એક વિજેતા મળશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ સાજે 7.30 કલાકથી શરૂ થશે. એશિયા કપમાં ભાગ લઈ રહેલી છ માંથી પાંચ ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપમાં ભાગ લેશે.

કઈ ટીમની ક્યારે થશે ટક્કર

કઈ ટીમની ક્યારે થશે ટક્કર



  • 27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી

  • 28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ

  • 30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી

  • 31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ

  • 1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી

  • 2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ

  • 3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર

  • 4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર

  • 6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર

  • 7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર

  • 8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર

  • 9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર

  • 11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો

હોંગકોંગની ટીમ

હોંગકોંગઃ હોંગકોંગ એશિયાકપ ટી-20માં પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. આ ટીમમાં મૂળ ગુજરાતી કિંચિત શાહ અને આયુષ શુક્લાનો પણ સમાવેશ થયો છે. ટીમમાં મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ મૂળના ખેલાડીઓ છે.


ટીમઃ નિઝાકત (કેપ્ટન), આફતાબ, ઐઝાઝ ખાન, અતીફ ઈકબાલ, હાયત, ધનંજય રાવ, અહેસાન, હારૂન, મેક્કેરની,  ધઝાનફાર, વાહિત, કિંચિત શાહ, આયુષ શુક્લા, અહાન ત્રિવેદી, વાજીદ, મુર્તુઝા, ઝીશાન અલી.

અફઘાનિસ્તાનની ટીમ

અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાન એશિયા કપ ટી-20માં પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે. મોહમ્મદ નાબીની કેપ્ટનશિપમાં આ વખતે ચમત્કાર સર્જી શકે છે. રાશિદ ખાન વર્લ્ડ કલાસ બોલિંગથી પાસું પલટી શકે છે.


મોહમ્મદ નાબી (કેપ્ટન), એન ઝદરન. એ.ઝાઝાઈ, ઓમરઝાઈ, ફરીદ, ફારૂકી, શાહિદી, એચ.ઝાઝાઈ, આઈ.ઝદરન, જનત, મુજીબ, નાવીન, નૂર અહમદ, ગુરબાઝ, રાશિદ, શિનવારી

બાંગ્લાદેશની ટીમ

બાંગ્લાદેશઃ બાંગ્લાદેશ અત્યાર સુધીમાં એક પણ વખત વિજેતા બની શક્યું નથી. ત્રણ વખત રનર્સ અપ રહ્યું છે. શાકિબની કેપ્ટનશિપમાં આ વખતે ચમત્કાર કરી શકે છે.


ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), આફિક હૌસેન. અનામુલ હત, ઈબાદત, મહેંદી હસન,, મહમુદ્લ્લાહ, મિરાઝ, નઈમ, સૈફુદિન, મૌસાદ્દક, રહીમ ,રહમાન, નાસુમ, પરવેઝ, શબ્બીર, તસ્કીન

શ્રીલંકાની ટીમ

શ્રીલંકાઃ શ્રીલંકા પાંચ વખત એશિયા કપ જીત્યું છે. 2016માં સ્ટેજ ગ્રુપમાં બહાર ફેંકાયું હતું. આ વખતે ટીમ થોડી નબળી છે.


ટીમઃ શનાકા, ગુણાથિલાકા, નિસાંકા, કુલસ મેંડિસ, અસાલાન્ક, રાજપક્ષા, ધનંજયા, હસારંગા, તિક્ષ્ણા, વાન્ડેરસ, જયાવિક્રમા, ચામીરા કરૂણારત્ને, ડી.મંદુશકા, પથિરાના, એન.ફર્નાન્ડો, ચાંદીમલ

પાકિસ્તાની ટીમ

પાકિસ્તાનઃ પાકિસ્તાને એશિયાકપમાં 13 વખત ભાગ લીધો છે અને બે વખત વિજેતા બન્યું છે. 2016માં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું.


ટીમઃ બાબર આઝમ, શદાબ ખાન, આસિફ, ઝમાન, હૈદર અલી, રઉફ. ઈફ્તિખાર, ખુશદીલ, હસ્નાન, નવાઝ, રિઝવાન, વસીમ, નસીમ, દાહાની, ઉસ્માન કાદીર

ભારતને હરાવવા પાકિસ્તાનનો ખાસ પ્લાન

શાદાબ ખાને મેચ પહેલા કહ્યું કે, વ્યક્તિગત રીતે તે ખુબ સારી પરફોર્મન્સ કરવા માંગે છે, આ એક વિશ્વસ્તરીય સ્પર્ધા છે, મને વિશ્વાસ છે કે મને સફળતા અને ઉપલબ્ધિઓ મળશે. શાદાબ ખાને પાકિસ્તાનની અધિકારીક વેબસાઇટ પર કહ્યું - મારુ અંતિમ ઉદેશ્ય પાકિસ્તાનને ટ્રૉફી જીતાડવાનુ છે, 


શાદાબે કહ્યું કે આ વખતે અમારી પાસે શાહીન આફ્રિદી નથી, પરંતુ આની ખોટ હૈરિસ રાઉફ પુરી કરશે, તે મેચ વિજેતા બૉલર છે, અમે તેને આગળ કર્યો છે. અમારી મુખ્ય સ્ટ્રાઇક બૉલરો છે, આ એક ગેમ પ્લાન છે. પાકિસ્તાન આ વખતે બૉલિંગથી ફરી એકવાર ભારત પર હાવી થવા માંગશે. 

લાઇવ સ્ટ્રીમિંગની પુરેપુરી ડિટેલ્સ - 

એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હૉટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે. 

ક્યાં રમાશે ભારત-પાકિસ્તાન મેચ - 

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022 માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. વળી, તમને બતાવી દઇએ કે આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.

પાકિસ્તાન સામેની ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્રા જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

એશિયા કપ 2022ની મેચો T20 ફોર્મેટમાં રમાશે

એશિયા કપ 2022ની મેચો T20 ફોર્મેટમાં રમાશે. જો કે, વર્ષ 2016માં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેચો T20 ફોર્મેટમાં રમાઈ હતી. વાસ્તવમાં, તે વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતું, જેના કારણે એશિયા કપ 2016ની સરખામણીમાં T20 ફોર્મેટમાં રમાયો હતો. તે જ સમયે, આ વર્ષે પણ T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે, તેથી આ વખતે પણ આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.

અહીં લાઇવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ






એશિયા કપનો ઇતિહાસ

એશિયા કપના ઈતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. તે વર્ષે આ ટુર્નામેન્ટ યુએઈમાં રમાઈ હતી. એશિયા કપ 1984માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તે જ સમયે, અત્યાર સુધીમાં 14 વખત એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતે સૌથી વધુ 7 વખત ટ્રોફી જીતી છે જ્યારે શ્રીલંકાએ 5 વખત એશિયા કપ જીત્યો છે.

એશિયા કપમાં સૌથી વધુ રન  

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શ્રીલંકાના સનથ જયસૂર્યા છે. જયસૂર્યાએ 25 મેચમાં 1220 રન બનાવ્યા છે. તે જ સમયે, લસિથ મલિંગા આ ટૂર્નામેન્ટનો સૌથી સફળ બોલર છે. એશિયા કપમાં લસિથ મલિંગાએ 14 મેચમાં 20.55ની એવરેજથી કુલ 29 વિકેટ ઝડપી છે.

Asia Cup 2022: 6 ટીમો વચ્ચે થશે 13 મુકાબલા

Asia Cup Format & History: એશિયા કપ 2022(Asia Cup 2022)ના મુકાબલા આવતીકાલથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK 2022) 28 ઓગસ્ટના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ 2022ની પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે.  લગભગ 4 વર્ષ બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ વર્ષ 2018માં એશિયા કપ રમાયો હતો.


ટીમો બે ગ્રુપમાં રહેશે-


એશિયા કપ 2022ની 6 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં 13 મેચો રમાશે.
ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ
ગ્રુપ 2: શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ


 

બ્રેકગ્રાઉન્ડ

Asia Cup 2022 Live: આજથી એશિયા કપની શરૂઆત થઇ રહી છે, આજની પ્રથમ મેચમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાની ટીમો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચને લઇને માહોલ ગરમાયો છે. તમામ ટિકીટો વેચાઇ ગઇ છે, અને સ્ટેડિયમ ફૂલ થઇ ગયુ છે, બન્ને ટીમોના ખેલાડીઓ નેટ્સમાં પરસેવો પાડી રહ્યાં છે. એશિયા કપમાં આ વખતે 6 ટીમો વચ્ચે જંગ જામશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.