ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ તરીકે ઓળખાય છે. પરંતુ કોરોના વાયરસને કારણે બીસીસીઆઈને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું છે અને પગાર ચૂકવણીમાં વિલંબ જેવા વિવાદોનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે બીસીસીઆઈઆ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન બ્રેડ હોજે કહ્યું કે, તેણે આઈપીએલ 2011માં કોચ્ચિ ટાસ્કર્સ તરફથી રમવાના બદલે હજુ સુધી પૂરી ફી મળી નથી.


બીસીસીઆઈએ વર્ષ 2010માં આઈપીએલ ટીમની સંખ્યા 8થી 10 કરવાનો નિર્ણય કર્યો હતો. કોચ્ચિએ 2011ની સીઝન માટે હરાજીમાં હોજને 4 લાખ 25 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. કોચ્ચિની ટીમને જોકે એક સીઝન બાદ જ સસ્પેન્ડ કરવામાં આવી હતી.


નોંધનીય છે કે, હાલમાં જ બીસીસીઆઈ મહિલા ક્રિકેટ ટીમને વિતેલા વર્ષે થયેલ ટી20 વર્લ્ડ કપની ફી ન આપવાના કારણે વિવાદોમાં આવી હતી. આ વિવાદ પર બોલતા હોજે બીસીસીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યા.


હોજે કહ્યું, “10 વર્ષ પહેલા કોચ્ચિની ટીમ માટે રમનારા ખેલાડીએ પોતાના ભાગની 35 ટકા ફી નથી મળી. શું બીસીસીઆઈ ખેલાડીઓની બાકીની રકમ વિશે કોઈ જાણકારી મેળવી શકે છે.”


પહેલા પણ આવી ચૂક્યો છે આ રિપોર્ટ


કોચ્ચિ ટસ્કર્સની ટીમને 1550 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. પરંતુ ફ્રેન્ચાઈઝીને બીસીસીઆઈને વર્ષ 2011માં 155.3 કરોડ રૂપિયાની વાર્ષિક ચૂકવણી કરી નહીં. ત્યાર બાદ બીસીસીઆઈ કોચ્ચિની ટીમને ટૂર્નામેન્ટમાંથી સસ્પેન્ડ કરી દીધી.


જણાવીએ કે, કોચ્ચીની ટીમમાં ત્રવિડ, જયવર્ધને જેવા મોટા ખેલાડી સામેલ હતા. વર્ષ 2012માં આવેલ રિપોર્ટ્સમાં પણ ખેલાડીઓને પોતાના ભાગની 40 ટકા ફી ન મળવાનો દાવો થયો હતો.


અધવચ્ચે જ IPL છોડીને જવા માગતો હતો આ ભારતીય ખેલાડી, કર્યો ચોંકાવનારો ખુલાસો


IPL 2021 Updates : ફરીથી શરૂ થશે આઇપીએલ, ભારતની જગ્યાએ આ દેશમાં રમાશે બાકી બચેલી મેચો, જાણો ક્યારે શરૂ થશે