કોરોના વાયરસને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને સ્થગિત કરવામાં આવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડી યુઝવેન્દ્ર ચહલે આઈપેલથી બ્રેક લેવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચહલનું કહેવું છે કે તે આઈપીએલની 14મી સીઝનની વચ્ચે જ છોડીને પરત ઘરે જવા માગતો હતો.
જે સમયે ચહલ આરસીબી માટે આઈપીએલમાં રમી રહ્યો હતો ત્યારે જ તેના માતા પિતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સમાચાર મળતા જ ચહલે ઘરે જવાનું મન બનાવ્યું હતું. ચહલના માતા પિતા ઘરે એકલા હતા અને તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
ચહલે કહ્યું, “મમ્મી-પપ્પા ઘરે એકલા જ હતા જ્યારે તેમને કોરોના થયો. હું આઈપીએલ અધવચ્ચે જ છોડીને ઘરે જવા માગતો હતો. ધનશ્રી સાથે મેં આ મામલે વાત પણ કરી હતી. પરંતુ 3 મેનારોજ આઈપીએલની 14મી સીઝન સ્થગિત કરી દેવામાં આવી.
સામે આવેલ જાણાકરી અનુસાર ચહલના પિતાની તબીયત વધારે ખરાબ થઈ ગઈ હતી. જોકે હવે ચહલના માતા પિતા પૂરી રીતે કોરોના વાયરસની સારવાર લઈને સાજા થઈ ગયા છે.
અનેક ખેલાડીઓને પડી હતી મુશ્કેલી
ચહલ ઉપરાંત આર અશ્વિનનો પરિવાર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો. આર અશ્વિન તો આઈપીએલ (IPL)ને અધવચ્ચે જ છોડીને પોતાના ઘરે પરત ફર્યો હતો. ઉરાંત ઓસ્ટ્રેલિયા સહિત અનેક ખેલાડીઓ આઈપીએલમાં અધવચ્ચે જ છોડીને સ્વદેશ પરત ફરી ગયા હતા.
જણાવીએ કે, આઈપીએલની 14મી સીઝનમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા બાદ સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં સીઝન 14ની બાકીની 31 મેચ રમાડવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં થઇ શકે છે આ મોટો ફેરફાર, આ ખેલાડીને મળશે મોકો