Jasprit Bumrah Fitness: જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની મેદાનમાં વાપસીને લઇને લાંબા સમયથી સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની છેલ્લી બે ટેસ્ટ મેચોમાં તે રમતો દેખાઇ શકે છે, પરંતુ એવુ નથી થઇ શક્યુ. એટલે સુધી કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ત્રણ મેચોની વનડે સીરીઝમાંથી પણ બુમરાહને બહાર રાખી દેવામાં આવ્યો છે. જોકે, એક મીડિયા રિપોર્ટમાં એ કહેવામાં આવ્યુ છે કે, જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં પ્રેક્ટિસ કરી રહ્યો છે, અને તેને ત્યાંથી ક્લિયરેન્સ મળવાનો ઇન્તજાર છે. 


ક્રિકબઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, NCAમાં બુમરાહ છેલ્લા 10 દિવસથી કેટલીક અભ્યાસ મેચો રમતો દેખાઇ રહ્યો છે. પરંતુ હજુ સુધી તેને ક્લિયરન્સ નથી મળ્યુ. BCCI સતત બુમરાહની ફિટનેસ લેવલનુ મૉનિટરિંગ કરી રહી છે. બૉર્ડનુ ધ્યાન બુમરાહના આગામી વર્કલૉડ પર પણ છે. BCCI બુમરાહને લઇને ખુબ સતર્ક છે. IPL બાદ રમાનારી WTC ફાઇનલ અને પછી આ વર્ષે રમાનાર વનડે વર્લ્ડકપમાં બુમરાહની હાજરી જરૂરી છે. આવામાં બુમરાહના વર્કલૉડને લઇને પ્રૉગ્રામ બનાવવામાં ખુબ ધ્યાન રાખવામાં આવશે. 


IPLમાં દેખાશે જસપ્રીત બુમરાહ - 
બુમરાહના IPL 2023માં ભાગ લેવાનો પુરેપુરો ચાન્સ છે. તે ત્યાં સુધી પુરેપુરો ફિટ થઇ જશે, પરંતુ IPL બાદ ભારતીય ટીમને બુમરાહની IPLથી મેદાનમાં વાપસીને લઇને ચિંતામાં હશે. BCCI જ્યાં એકબાજુ એ ઇચ્છશે કે આ વર્ષે રમાનારી બે મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં બુમરાહ હાજર રહે. વળી, બીજીબાજુ મુંબઇ ઇન્ડિયન્સને પડનારી બુમરાહની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવુ પડશે.






જસપ્રીત બુમરાહને  આ સમસ્યા જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે દરમિયાન થઈ હતી. 



  • જુલાઈ 2022: બુમરાહને ઈંગ્લેન્ડ સામેની બીજી ODIમાં પીઠમાં તકલીફ થઈ, જેના કારણે તે ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયો.
    ત્યારબાદ તપાસ બાદ જાણવા મળ્યું કે 2019માં તેને જે ઈજાથી ઝઝુમી રહ્યો હતો, તે ફરી થવા લાગી છે. 

  • ઑગસ્ટ 2022: બુમરાહ વેસ્ટ ઈન્ડિઝમાં ODI શ્રેણી રમવાનો હતો, પરંતુ તે પછી તે જ ઈજાને કારણે NCAમાં પાછા જવું પડ્યું.

  • ઑગસ્ટ 2022: બુમરાહ સમયસર ઈજામાંથી બહાર ન આવવાને કારણે સમગ્ર એશિયા કપમાંથી બહાર થઈ ગયો.

  • સપ્ટેમ્બર 2022: લગભગ અઢી મહિનાના રિકવરી સમય પછી, બુમરાહે T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તેણે 2 T20 મેચમાં માત્ર 6 ઓવર જ ફેંકી અને ફરીથી તેની ઈજાએ તેને પરેશાન કરી દીધો.

  • ઓક્ટોબર 2022: બુમરાહ સમગ્ર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો.

  • નવેમ્બર 2022: ભારતનો આ પ્રીમિયર ફાસ્ટ બોલર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પણ ચૂકી ગયો.

  • ડિસેમ્બર 2022: બુમરાહ બાંગ્લાદેશ પ્રવાસ પણ ચૂકી ગયો.

  • જાન્યુઆરી 2023: બુમરાહનું નામ શરૂઆતમાં શ્રીલંકા વનડે શ્રેણી માટે આવ્યું હતું, પરંતુ તેને ફરીથી પીઠની સમસ્યા થઈ અને તેને ફરીથી NCAમાં જવું પડ્યું.

  • ફેબ્રુઆરી 2023: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે, એવી અપેક્ષા હતી કે બુમરાહ આ શ્રેણીમાં ઉપલબ્ધ થશે, પરંતુ તેમ થયું નહીં. બુમરાહ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો અને પછી આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.