IPL Fake Tickets Racket: આઈપીએલની 16મી સિઝનની મેચોને લઈને ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ કારણે સ્ટેડિયમમાં દર્શકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. આ દરમિયાન, દિલ્હી પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે આઈપીએલ મેચોની નકલી ટિકિટો છાપીને તેને વધુ પડતી કિંમતે વેચતી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપીઓ સગીર છે.


 






દિલ્હી પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તે તમામ મુંબઈના રહેવાસી છે અને જે જગ્યાએ મેચ રમાવાની હતી ત્યાં આ લોકો તે મેચની નકલી ટિકિટ છાપીને વેચતા હતા અને લોકોને છેતરતા હતા.


 






દિલ્હી પોલીસે આ આરોપીઓ પાસેથી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની તાજેતરની મેચની 50 થી વધુ ટિકિટો જપ્ત કરી છે. પોલીસે તેમની પાસેથી કલર પ્રિન્ટરની સાથે ટિકિટ પ્રિન્ટ કરવા માટે જરૂરી સામગ્રી પણ મળી આવી છે.


IPL લાંબા સમય બાદ જૂના ફોર્મેટમાં રમાઈ રહી છે


કોરોના મહામારીને કારણે છેલ્લી કેટલીક આઈપીએલ સીઝન માત્ર પસંદગીના મેદાનો પર જ આયોજિત કરવામાં આવી હતી, જેના કારણે ઘણી ટીમો તેમના ઘરેલું મેદાન પર લાંબા સમય સુધી રમી શકી ન હતી. આ સિઝનમાં IPL ફરી એકવાર તેના જૂના ફોર્મેટમાં પાછી આવી છે, જેમાં ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર પણ મેચ રમવાની તક મળી રહી છે. તમામ ફ્રેન્ચાઇઝી ચાહકોને પેટીએમ ઇનસાઇડર અથવા બુક માય શો દ્વારા ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે જેથી તેઓ તેમની ઘરેલું મેચની ટિકિટો વેચી શકે..