champions trophy 2025 points table: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી કારમી હાર આપી. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાનની ટીમ સતત બીજી હાર સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે ધકેલાઈ ગઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની આ મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય ટીમે આ લક્ષ્યને 45 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર અણનમ 100 રનની ઇનિંગ રમી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. કોહલીએ વિનિંગ ફોર ફટકારીને પોતાની સદી પણ પૂરી કરી હતી.

ભારત-પાકિસ્તાન મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર

ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ A માં છે, જેમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડનો પણ સમાવેશ થાય છે. આ મેચ પહેલા ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું, પરંતુ પાકિસ્તાન પર જીત મેળવ્યા બાદ હવે તે ટોચ પર પહોંચી ગયું છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોઈન્ટ ટેબલ (ગ્રુપ A):

ક્રમટીમમેચજીતહારનેટ રન રેટપોઈન્ટ
1ભારત220+0.6474
2ન્યુઝીલેન્ડ110+1.2002
3બાંગ્લાદેશ101-0.4080
4પાકિસ્તાન202-1.0870

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોઈન્ટ ટેબલ (ગ્રુપ B):

ક્રમટીમમેચજીતહારનેટ રન રેટપોઈન્ટ
1દક્ષિણ આફ્રિકા110+2.1402
2ઓસ્ટ્રેલિયા110+0.4752
3ઇંગ્લેન્ડ101-0.4750
4અફઘાનિસ્તાન101-2.140

બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ ટુર્નામેન્ટ અત્યાર સુધી નિરાશાજનક રહી છે. તેઓએ સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ હાઈવોલ્ટેજ મેચમાં વિરાટ કોહલી ભારતીય જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો. વિરાટે અણનમ ૧૦૦ રનની શાનદાર સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૨૪૧ રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમ ૨૪૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી અને ૪૫ બોલ બાકી રહેતા જ ૬ વિકેટે લક્ષ્યાંકને પાર પાડી દીધો હતો.

ભારતીય ટીમે આ જીત સાથે વર્ષ ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હારનો બદલો લઈ લીધો છે. તે મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન ટ્રોફી જીતી હતી, જેનો હિસાબ ભારતે આ મેચમાં ચૂકતે કર્યો હતો. વિરાટ કોહલીની સદી અને ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગના કારણે પાકિસ્તાનને મેચમાં ક્યાંય ટકી શકવાની તક મળી ન હતી.

આ પણ વાંચો....

બેન ડકેટે જો રૂટનો ઐતિહાસિક રેકોર્ડ તોડીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો, ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ નોંધાયું!