તસવીર શેર કરતાં પુજારાએ લખ્યું, “જ્યારે તમે 99 પર બેટિંગ કરી રહ્યા હો ત્યારે એક ઝડપી સિંગલ લેવા માટે તમારી સાથે રહેલ બેટ્સમેન પર વિશ્વાસ કરવો કે પછી વાળ કાપી રહેલ પત્ની પર વિશ્વાસ કરવો, ક્યું કામ વધારે સાહસિક છે.”
તસવીરમાં ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાનું સંપુર્ણ ધ્યાન તેના વાળ કાપવા પર છે તો પુજારા સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ તસવીરને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધી 96,000થી વધારે લાઈક મળી ચૂક્યા છે.