Indian Team's New Chief Selector: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના રાજીનામા બાદ આ પદ માટે કોઈની નિમણૂક કરી નથી. એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માએ મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં શિવ સુંદર દાસને ટીમ ઈન્ડિયાના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેનની પસંદગી અંગેની વાત થઈ હતી પરંતુ એક વાતને લઈને આ નિમણૂંકને લઈને વાત અટકી પડી છે. 


'સ્પોર્ટ્સ તક' અનુસાર, સેહવાગને પસંદગી સમિતિમાં નોર્થ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા અને ચેતન શર્માને ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે બદલવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ઓછા પગારને કારણે સેહવાગને મુખ્ય પસંદગીકાર બનવામાં રસ નથી દાખવી રહ્યો. નોંધનીય છે કે, પસંદગી સમિતિના વડાને BCCI દ્વારા વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે, જ્યારે સમિતિના બાકીના ચાર સભ્યોને વાર્ષિક 90 લાખ રૂપિયા આપવામાં આવે છે.


આ અગાઉ વિરન્દ્ર સેહવાગે ખુલાસો કર્યો હતો કે, BCCIએ તેને મુખ્ય કોચ બનાવવામાં રસ દાખવ્યો હતો, પરંતુ બાદમાં આ ભૂમિકા અનિલ કુંબલેને આપવામાં આવી હતી. બીજી તરફ આ બાબતની માહિતી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સેહવાગ ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકારના પદનો ઇનકાર કરી શકે છે.


સમાચાર એજન્સી 'PTI' સાથે વાત કરતા, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, "CoAના સમયે વીરુને મુખ્ય કોચના પદ માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું અને પછી તે અનિલ કુંબલે પાસે ગયું હતું. તે અસંભવિત છે કે તે પોતે અરજી કરે અને પગાર પેકેજ પણ એવી વસ્તુ નથી જે તેના કદના કોઈ વ્યક્તિ માટે આર્થિક રૂપે વ્યવહાર્યર હોય."


સૂત્રે વધુમાં કહ્યું હતું કે, “એવું નથી કે BCCI પસંદગી સમિતિના અધ્યક્ષને કમ સે કમ 4-5 કરોડ રૂપિયાનો પગાર ચૂકવી શકવાથી સ્થિતિમાં નથી. આ બાબત હિતોના ટકરાવના ઘણા બધા મુદ્દાઓને હલ કરી શકે છે જે અગ્રણી ખેલાડીઓને પસંદગી સમિતિમાં આવવાને લઈને વિચારતા પણ અટકાવે છે. 


ઉલ્લેખનીય છે કે, એક ટીવી ચેનલએ સ્ટીંગ ઓપરેશન જાહેર કરી દેતા ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામુંં આપવું પડ્યું હતું. ત્યારથી આ પદ પર કોઈ કાયમી નિમણૂંક થઈ નથી.