એન્ડરસને ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવાને ગર્વની વાત ગણાવી છે. ઓલરાઉન્ડરે કહ્યું, “મારા માટે ન્યૂઝીલેન્ડ માટે રમવું એ ગર્વની વાત છે. હું ન્યૂઝીલેન્ડ માટે વધારે રમવું પસંદ કરત પરંતુ ઘણી વખત તમારે એવા નિર્ણય લેવા પડે છે જેથી બીજી તકનો લાભ લઈ શકાય.”
એન્ડરસન એ સમયે ચર્ચાનો વિષય બની ગયો હતો જ્યારે તેણે વનડે ક્રિકેટમાં 36 બોલમાં સેન્ચુરી ફટકારી શાહિદ આફ્રિદીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઇનિંગના જોરે મુંબઈ ઇન્ડિયન્સે 2014માં આઈપીએલમાં એન્ડરસન પર દાવ લગાવ્યો. 2015ના વનડે વર્લ્ડ કપમાં પણ એન્ડરસન ન્યૂઝીલેન્ડ ટીમનો મહત્ત્વનો ભાગ હતો.
એન્ડરસને ન્યૂઝીલેન્ડ માટે 93 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમાં 13 ટેસ્ટ મેચ રમતા તેણે 32.52ની સરેરાશથી 683 રન બનાવ્યા. 49 વનડેમાં તેણે 27.73ની સેરરાશથી 1109 રન બનાવ્યા છે અને 31 ટી20 મેચમાં એન્ડરસને 23.1ની સરેરાશથી 485 રન બનાવ્યા છે.
વનડે ક્રિકેટમાં તે બોલર તરીકે વધારે સફળ રહ્યા છે. તેણે 49 વનડે મેચમાં 60 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 16 અને ટી20માં 14 વિકેટ લીધી. એન્ડરસ 30 આઈપીએલ મેચમાં 538 રન બનાવવામાં સફળ રહ્યા અને 11 વિકેટ પણ લીધી.