નવી દિલ્હી:  કોરોના વાયરસની મહામારી સામે લડવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પણ મદદ માટે આગળ આવ્યું છે. બીસીસીઆઈએ 51 કરોડ રૂપિયા પીએમ રાહત કોષમાં (PM-CARES )દાન કર્યા છે.


બીસીસીઆઈએ પોતાના નિવેદમાં કહ્યું કે, આ સંકટભરી પરિસ્થિતિનો સામનો કરવા માટે બોર્ડ તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પ્રધાનમંત્રીની પહેલમાં યોગદાન આપશે.



આ પહેલા ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. રૈનાએ 31 લાખ પ્રધાનમંત્રી રાહત કોષમાં અને 21 લાખ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,  ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અત્યાર સુધી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 20 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતને ધ્યાનમાં લેતા સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.