શાકિબ અલ હસને પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તેણે ખુદને અને પોતાના નજીકના લોકોની સુરક્ષા માટે ખુદને સેલ્ફ આઈસોલેટ કર્યા છે. તેણે તમામ લોકોને પણ અપીલ કરી છે કે તે ખુદને આઈસોલેટ કરો અને પોતાના પરિવારની સુરક્ષાને નિશ્ચિત કરે.
શાકિબ અલ હસને ફેસબુક પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આખરે કેમ તે અમેરિકાની એક હોટલમાં 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યો ગયો છે. બાંગ્લાદેશનો આ દિગ્ગજ ઓલરાઉન્ડર થોડા દિવસો જ અમેરિકા પહોંચ્યો હતો.
શાકિબ અલ હસનના મતે હું અમેરિકા જઈ રહ્યો હતો તો તેને કોરોના વાયરસની ચપેટમાં આવવાની પુરી આશંકા હતી. જેથી મેં પોતાને આઈસોલેટ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં આવ્યા પછી મેં પોતાની પુત્રી સાથે પણ મુલાકાત કરી નથી. આ ઘણું દર્દનાક છે કે હું પોતાની પુત્રીને જોઈ શકતો નથી. જોકે મને લાગે છે કે વર્તમાન સમયમાં આ બલિદાન આપવું ઘણું મહત્વનું છે.
શાકિબ અલ હસને આ સાથે કહ્યું છે કે જે લોકો વિદેશમાં રોકાયા છે તે જરુરી છે કે બહાર ના નિકળે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે સબંધીઓ અને પડોશીઓને પોતાને ત્યાં ના આવવા દઈએ. ઓછામાં ઓછા 14 દિવસ ઘર પર સુરક્ષિત રહેવું ઘણું મહત્વપૂર્ણ છે.