નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના મોટાભાઈ કૃણાલ પંડ્યાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પર મોટાભાઈ કૃણાલ સાથે તસવીર શેર કરીને પોસ્ટને શાનદાર કેપ્શન આપ્યું છે.


હાર્દિકે લખ્યું, “જન્મદિવસની શુભકામના ભાઈ. આઈસોલેશનના પીરિયડમાં અમે એકબીજાનો ખ્યાલ રાખી રહ્યા છીએ. તેથી તમને અદ્રશ્ય ઝીરો કેલરી કેકેની ગિફ્ટ.”



હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ટીમ ઈન્ડિયાની રાષ્ટ્રીય ટીમ તરફથી રમે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બને ભાઈઓ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.


લોએર બેક ઈન્જરી બાદ હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી બાદ ભારતીય ટીમમાં કમબેક કર્યુ હતું. પ્રથમ વન ડે વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ કોરોના વાયરસના કારણે શ્રેણી રદ્દ કરી દેવામાં આવી હતી.