India vs New Zealand 1st T20I: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20માં કીવીઓનો સામનો કરવા તૈયાર છે. બન્ને દેશોની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત શુક્રવારે (27 જાન્યુઆરી) થી થશે. સીરીઝની પહેલી મેચ જેએસસીએ ઇન્ટનેશનલ સ્ટેડિયમ કૉમ્પ્લેક્ષ રાંચીમાં રમાશે. વનડેમાં 3-0થી સફાયો થયા બાદ ટી20 સીરીઝમાં પણ ન્યૂઝીલેન્ડની સખત પરીક્ષા થશે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમ દ્વીપક્ષીય ટી20 સીરીઝમાં અજેય રહી છે. પછી રાંચીમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ પણ દમદાર રહ્યો છે.
રાંચીમાં ભારતના પાંચ મોટા રેકોર્ડ -
હાઇએસ્ટ સ્કૉર- ભારત 196/6, વિરુદ્ધ શ્રીલંકા 2016
સૌથી વધુ રન- રોહિત શર્મા 109 રન
મેચમાં બેસ્ટ બૉલિંગ- આર.અશ્વિન 3 વિકેટ, વિરુદ્ધ શ્રીલંકા 2016
સૌથી વધુ વિકેટ- આર.અશ્વિન 4 વિકેટ
સૌથી મોટી ભાગીદારી- રોહિત શર્મા અને કેએલ રાહુલ 117 રન, 2021 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
11 વર્ષથી ટી20 સીરીઝ નથી જીતી ન્યૂઝીલેન્ડ -
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય જમીન પર છેલ્લા 11 વર્ષથી ટી20 સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે, વર્ષ 2012માં કીવીઓએ ભારતની ધરતી પર છેલ્લીવાર સીરીઝ જીતી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડે બે મેચોની સીરીઝમાં ભારતને 1-0થી હરાવ્યુ હતુ. તે પછી ક્યારેય ન્યૂઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસ પર ટી20 સીરીઝ રમવા છે ત્યારે હારનો જ સામનો કરવો પડ્યો છે. વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડે ભારતીય જમીન પર ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી જેને ભારતે 2-1 થી જીતી, વળી, 2021ની સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવીઓને 3-0 થી વ્હાઇટ વૉશ કર્યુ હતુ.
કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે.