IND vs SL 2nd ODI Live Score: રોમાંચક મેચમાં શ્રીલંકાએ 32 રને મેચ જીતી, ભારતને ખરાબ રીતે હરાવ્યું

India vs Sri Lanka 2nd ODI: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ટાઈ રહી હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Aug 2024 10:40 PM
IND vs SL 2nd ODI: ભારતીય બેટ્સમેનો ફરી ફ્લોપ થયા

ભારતીય ટીમને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આ પછી વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદર નિરાશ થયા. જો કે અક્ષર પટેલે 44 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ બીજા ડાબેથી બેટ્સમેનો પેવેલિયન તરફ વળતા રહ્યા હતા. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 7મી ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વન-ડે જીતીને શ્રેણી 1-1થી ખતમ કરવા ઈચ્છે છે.


અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર...

IND vs SL 2જી ODI: શ્રીલંકાએ ભારતને હરાવ્યું

શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતને જીતવા માટે 34 રનની જરૂર છે

ભારતને જીતવા માટે 48 બોલમાં 34 રનની જરૂર છે. પરંતુ હવે છેલ્લી જોડી મેદાનમાં છે. અર્શદીપ 2 રન અને કુલદીપ 7 રન સાથે રમી રહ્યા છે. ટીમે 42 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઇન્ડિયાને નવમો ફટકો, જીતથી એક ડગલું દૂર શ્રીલંકા

ટીમ ઈન્ડિયાની નવમી વિકેટ પડી. મોહમ્મદ સિરાજ 4 રન બનાવીને આઉટ થયો હતો. હવે અર્શદીપ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ 40.2 ઓવરમાં 201 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ હવે હારથી માત્ર 1 વિકેટ દૂર છે. શ્રીલંકાએ હરીફાઈને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં કરી લીધી છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને આઠમો ફટકો પડ્યો

ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થવાની નજીક છે. વોશિંગ્ટન સુંદર 15 રન બનાવીને આઉટ થયો હતો. અસલંકાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 190 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી છે. હવે મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ બેટિંગ કરી રહ્યા છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઇન્ડિયા બેકફૂટ પર

ભારતને જીતવા માટે 90 બોલમાં 51 રનની જરૂર છે. ભારતે 35 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર 15 રન બનાવીને રમી રહ્યો છે. કુલદીપ યાદવ 2 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા બેકફૂટ પર છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતને મોટો ફટકો પડ્યો, અક્ષર પટેલ 44 રન બનાવીને આઉટ

ભારતને મોટો આંચકો લાગ્યો છે. અક્ષર પટેલ 44 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. ચારિથ અસલંકાએ અક્ષરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. અક્ષર અને વોશિંગ્ટન સુંદર વચ્ચે સારી ભાગીદારી હતી. સુંદર 13 રન બનાવીને રમી રહ્યો છે.


ભારતને જીતવા માટે 56 રનની જરૂર છે. ટીમે 33.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 185 રન બનાવી લીધા છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતને જીતવા માટે 73 રનની જરૂર છે

ટીમ ઈન્ડિયાને જીતવા માટે 73 રનની જરૂર છે. તેણે 30 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 33 રન બનાવીને રમી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર 11 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: અક્ષર-સુંદર ભારત માટે બેટિંગ કરી રહ્યા છે

ભારતે 27 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 84 રનની જરૂર છે. અક્ષર પટેલ 28 રન બનાવીને રમી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર 5 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતને જીતવા માટે 89 રનની જરૂર છે

ભારતને જીતવા માટે 89 રનની જરૂર છે. તેણે 25 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 26 રન બનાવીને રમી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર 2 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ફટકો, KL રાહુલ આઉટ

ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયો હતો. વાન્ડરસેએ તેમને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો. ભારતને જીતવા માટે 94 રનની જરૂર છે. ભારતે 23.1 ઓવરમાં 147 રન બનાવ્યા છે. અક્ષર પટેલ 24 રન બનાવીને રમી રહ્યો છે. હવે વોશિંગ્ટન સુંદર બેટિંગ કરવા આવ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, ઐયર આઉટ

ભારતીય ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર છે. શ્રીલંકાએ પાંચમો ઝટકો આપ્યો. શ્રેયસ અય્યર માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. તેને વાન્ડરસે પેવેલિયનનો રસ્તો બતાવ્યો.


ભારતે 21.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા છે. હવે કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, કોહલી આઉટ

ભારતની મોટી વિકેટ પડી. વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 19 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. વોન્ડરસેએ કોહલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે ભારતીય છાવણીમાં હલચલ મચાવી દીધી છે.


ભારતે 19.4 ઓવરમાં 123 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 વિકેટ પણ પડી છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો, શિવમ દુબે આઉટ

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી. શિવમ દુબે શૂન્ય રને આઉટ થયો હતો. વાન્ડરસેએ તેમને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો. ભારતીય ટીમ બેકફૂટ પર છે. ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 116 રન બનાવી લીધા છે.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને બીજો ફટકો, શુભમન ગિલ આઉટ

ભારતની બીજી વિકેટ પડી. શુભમન ગિલ 44 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. વાન્ડરસેએ ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન બનાવી લીધા છે.

IND vs SL 2nd ODI Live Score: કોહલી આઉટ થવાથી બચી ગયો

ભારતે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 11 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 33 રન બનાવીને રમી રહ્યો છે. ધનંજયાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર કોહલીને આઉટ કર્યો હતો. પણ તેણે રિવ્યુ લીધો. આમાં તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આના પર શ્રીલંકાના ખેલાડીઓ ગુસ્સામાં જોવા મળ્યા.

IND vs SL 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો, રોહિત આઉટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો છે. તેણે 44 બોલનો સામનો કરીને 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. રોહિતને વાન્ડરસેએ આઉટ કર્યો હતો. ભારતે 13.3 ઓવરમાં 97 રન બનાવ્યા છે. હવે વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતે 12 ઓવરમાં 84 રન બનાવ્યા

ભારતે 12 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 84 રન બનાવ્યા છે. રોહિત 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 27 રન બનાવીને રમી રહ્યો છે. આ બંનેએ શ્રીલંકાના બોલરોને પરેશાન કર્યા છે. ટીમનો કોઈ બોલર હજુ સુધી વિકેટ લઈ શક્યો નથી.

IND vs SL 2nd ODI Live Score: રોહિતની વિસ્ફોટક અડધી સદી

રોહિતે વિસ્ફોટક બેટિંગ કરીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 30 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે 5 ફોર અને 3 સિક્સર ફટકારી છે. શુભમન ગિલ 23 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 76 રન બનાવ્યા છે.

IND vs SL 2nd ODI Live Score: રોહિત-ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ

રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. ભારતે 7 ઓવરમાં 50 રન બનાવ્યા છે. રોહિતે 21 બોલમાં 34 રન બનાવ્યા છે. શુભમન 21 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs SL 2nd ODI Live Score: ભારતે 4 ઓવરમાં 23 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાએ 4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 23 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 15 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 7 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે હજુ 218 રનની જરૂર છે.

IND vs SL 2nd ODI Live Score: શ્રીલંકાએ ભારતને 241 રનનો ટાર્ગેટ આપ્યો

ટીમ ઈન્ડિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ચરિથ અસલંગાએ 25 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ડ્યુનિથ વેલ્લાલેજે 39 રન બનાવ્યા હતા. તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કામિન્દુ મેન્ડિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસ શ્રેયસ અય્યરે રનઆઉટ થયો હતો. આ રીતે ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરમાં 33 રન આપ્યા હતા. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી.

શ્રીલંકાને લાગ્યો સાતમો ઝટકો 

ભારતીય ટીમને સાતમી સફળતા મળી છે. કુલદીપ યાદવે દુનિથ વેલ્લાલાગેને આઉટ કર્યો હતો. દુનિથ વેલ્લાલાગે 35 બોલમાં 39 રન બનાવ્યા હતા. હવે શ્રીલંકાનો સ્કોર 47 ઓવરમાં 7 વિકેટે 211 રન છે.

શ્રીલંકાનો સ્કૉર 6 વિકેટ પર 246 રન 

શ્રીલંકાનો સ્કૉર 46 ઓવર બાદ 6 વિકેટે 246 રન છે. ભારત તરફથી અર્શદીપ સિંહે 46મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. હાલમાં શ્રીલંકા તરફથી કામેન્દુ મેન્ડિસ અને દુનિથ વેલાલેગે ક્રિઝ પર છે.

મેન્ડિસ-વેલ્લાલાગેની શાનદાર બેટિંગ

શ્રીલંકાએ 45 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા છે. ડ્યુનિથ વેલ્લાલાગે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે 37 રન બનાવીને રમી રહ્યો છે. મેન્ડિસ 18 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 60 રનની ભાગીદારી થઈ છે.

શ્રીલંકા માટે મેન્ડિસ-વેલ્લાલાગેની સારી બેટિંગ 

શ્રીલંકાએ 43 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. કામિન્દુ મેન્ડિસ 16 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 26 બોલમાં 1 ફોર ફટકારી છે. વેલ્લાલાઘે 19 રન બનાવીને રમી રહ્યો છે.

શ્રીલંકાએ 40 ઓવરોમાં બનાવ્યા 161 રન

શ્રીલંકા તરફથી કામિન્દુ મેન્ડિસ 12 રન બનાવીને રમી રહ્યો છે. ડ્યુનિથ વેલાલેગે 9 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ઓવર નાંખી છે. તેણે 6 રન આપ્યા હતા.

બૉલિંગ કરવા આવ્યો કેપ્ટન રોહિત શર્મા

શ્રીલંકાએ 38 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. કામિન્દુ મેન્ડિસ 3 રન અને દુનિથ 4 રન સાથે રમી રહ્યા છે. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્મા બોલિંગ માટે આવ્યો છે.

શ્રીલંકાને લાગ્યો છઠ્ઠો ઝટકો

શ્રીલંકાની છઠ્ઠી વિકેટ પડી. અસલંકા 25 રન બનાવીને આઉટ થઇ ગયો છે, વોશિંગ્ટન સુંદરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે.

શ્રીલંકાની પાંચમી વિકેટ પડી, લિયાંગે આઉટ

શ્રીલંકાને પાંચમો ઝટકો લાગ્યો છે. કુલદીપ યાદવે જેનીથ લિયાંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. તે 29 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 33.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે. કેપ્ટન ચરિથ અસલંકા 25 રન બનાવીને રમી રહ્યો છે.

શ્રીલંકાએ 33 ઓવરોમાં બનાવ્યા 136 રન

શ્રીલંકાએ 33 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા છે. અસલંકા સારી બેટિંગ કરી રહ્યો છે. તે 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને રમી રહ્યો છે. લિયાન્ગે 12 રન બનાવીને રમી રહ્યો છે. ભારત માટે વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી છે.

શ્રીલંકાનો સ્કૉર 100 રનને પાર 

શ્રીલંકાનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે. ટીમે 25 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા છે. સમરવિક્રમા 10 રન બનાવીને રમી રહ્યો છે. અસલંકા 11 રન બનાવીને રમી રહ્યો છે.

શ્રીલંકાનો સ્કૉર 100 રનને પાર 

શ્રીલંકાનો સ્કૉર 100 રનને પાર પહોંચી ગયો છે. ટીમે 25 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા છે. સમરવિક્રમા 10 રન બનાવીને રમી રહ્યો છે. અસલંકા 11 રન બનાવીને રમી રહ્યો છે.

શ્રીલંકાના 20 ઓવરમાં 81 રન

શ્રીલંકાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા છે. સાદિરા સમરવિક્રમા હજુ સુધી ખાતું ખોલાવી શક્યો નથી. ચરિથ અસલંકા 2 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાજે 1 વિકેટ લીધી હતી.

ભારતે શ્રીલંકાને આપ્યો ત્રીજા ઝટકો 

શ્રીલંકાને ત્રીજો ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટન સુંદરે ભારતને વધુ એક વિકેટ અપાવી હતી. તેને કુસલ મેન્ડિસને આઉટ કર્યો. મેન્ડિસ 42 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા હતા. હવે અસલંકા બેટિંગ ક્રિઝ પર આવ્યો છે. 

સુંદરે ભારતને અપાવી મોટી સફળતા

વૉશિંગ્ટન સુંદરે ભારતને મોટી સફળતા અપાવી છે, તેને શ્રીલંકાનો ધાકડ બેટ્સમેને આવિષ્કા ફર્નાન્ડોને 62 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન મોકલી દીધો છે. ફર્નાન્ડોએ કુસલ મેન્ડિસ સાથે સારી ભાગીદારી રમી હતી. શ્રીલંકાએ 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 74 રન બનાવ્યા હતા.

ફર્નાન્ડો-મેન્ડિસની વચ્ચે અર્ધશતકીય ભાગીદારી

શ્રીલંકા માટે મેન્ડિસ અને ફર્નાન્ડો વચ્ચેની અડધી સદીની ભાગીદારી પૂરી થઈ હતી. શ્રીલંકાએ 15 ઓવરમાં 58 રન બનાવ્યા હતા. ટીમે અત્યાર સુધી માત્ર એક જ વિકેટ ગુમાવી છે. ફર્નાન્ડો 32 અને મેન્ડિસ 17 રન સાથે રમી રહ્યા છે.

5 ઓવર બાદ શ્રીલંકા 17/1

શ્રીલંકાએ 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 17 રન બનાવી લીધા છે. અવિષ્કા ફર્નાન્ડો 6 રન બનાવીને રમી રહી છે. કુસલ મેન્ડિસ 7 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ સિરાજે અત્યાર સુધી એકમાત્ર વિકેટ લીધી છે.

મેન્ડિસ અને ફર્નાન્ડો ક્રીઝ પર

2 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર એક વિકેટે 3 રન છે. કુસલ મેન્ડિસે હજુ સુધી ખાતું ખોલ્યું નથી. જ્યારે અવિશકા ફર્નાન્ડો 6 બોલમાં 2 રન પર છે. સિરાજે પ્રથમ ઓવરમાં મેડન અને બીજી ઓવરમાં અર્શદીપે ત્રણ રન આપ્યા હતા.

ભારતને પ્રથમ સફળતા 

મોહમ્મદ સિરાજે મેચના પહેલા જ બૉલ પર શ્રીલંકાને મોટો ઝટકો આપ્યો હતો. સિરાજે પથુમ નિશંકાને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. નિસાંકા પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.

ભારતની પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન 

પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાંજ, ડ્યુનિથ વેલેજ, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો અને જેફરી વેન્ડરસે.

શ્રીલંકાએ ટૉસ જીત્યો 

શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાએ બે મોટા ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ કોઈપણ ફેરફાર વગર ઉતરી છે.

બન્ને ટીમોનો હેડ ટૂ હેડ રેકોર્ડ 

બંને વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ જોતાં એ સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો હાથ છે. આ રીતે આજે ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજે કઈ ટીમ જીતે છે.

જીતની સદી માટે ઉતરશે ટીમ ઇન્ડિયા 

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 169 વનડે રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 99 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજે જીતશે તો શ્રીલંકા સામેની વનડેમાં તેની જીતની સદી પૂરી થઈ જશે. બંને વચ્ચે કુલ 11 મેચ અનિર્ણિત રહી છે અને 2 મેચ ટાઈ રહી છે. 99 મેચોમાં ભારતે ઘરઆંગણે 40 મેચ જીતી છે, 32 અવે અને 27 ન્યૂટ્રલ મેચમાં જીત મળી છે.

જીતની સદી માટે ઉતરશે ટીમ ઇન્ડિયા 

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 169 વનડે રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 99 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ 57 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજે જીતશે તો શ્રીલંકા સામેની વનડેમાં તેની જીતની સદી પૂરી થઈ જશે. બંને વચ્ચે કુલ 11 મેચ અનિર્ણિત રહી છે અને 2 મેચ ટાઈ રહી છે. 99 મેચોમાં ભારતે ઘરઆંગણે 40 મેચ જીતી છે, 32 અવે અને 27 ન્યૂટ્રલ મેચમાં જીત મળી છે.

ભારત-શ્રીલંકા વચ્ચે બીજી વનડે

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ટાઈ રહી હતી. હવે બંને ટીમો બીજી મેચ દ્વારા સીરીઝની પ્રથમ જીત હાંસલ કરવા માંગે છે. આજે જો ભારતીય ટીમ શ્રીલંકા સામેની મેચ જીતશે તો ટીમ ઈન્ડિયા જીતની સદી ફટકારશે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Sri Lanka 2nd ODI: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે ટાઈ રહી હતી. હવે બંને ટીમો બીજી મેચ દ્વારા સીરીઝની પ્રથમ જીત હાંસલ કરવા માંગે છે. આજે જો ભારતીય ટીમ શ્રીલંકા સામેની મેચ જીતશે તો ટીમ ઈન્ડિયા જીતની સદી ફટકારશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.