SCL Earning in 2022: શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 2022માં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બૉર્ડ 2022માં કુલ 6.3 અબજ (6.3 Billion Rupees) રૂપિયા કમાયા. આ શ્રીલંકા ક્રિકેટ દ્વારા અત્યાર સુધીની સર્વાધિક વાર્ષિક કમાણી છે. બૉર્ડ તરફથી એક રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે, લેટેસ્ટ ઇનકમ ગ્રૉથ મુખ્ય ચાર રીતોથી થાય છે, આમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ, ડૉમેસ્ટિક ક્રિકેટ, સ્પૉન્સરશીપ કૉન્ટ્રાક્ટ અને આઇસીસીના વાર્ષિક મેમ્બર શીપ હોવુ સામેલ છે.
નવુ બંધારણ તૈયાર કરવા માટે બનાવવામાં આવી 10 સભ્યો વાળી સમિતિ -
ગયા ગુરુવારે એ પણ બતાવવામાં આવ્યુ કે, રમત મંત્રી રોશન રણસિંઘએ એસએસલી (SCL) માટે એક નવુ બંધારણ તૈયાર કરવા માટે 10 સભ્યો વાળી સમિતિની નિયુક્તિ કરી છે. પેનલની અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર જજ કેટી ચિત્રાસિરી (KT Chithrasiri) કરશે. આ સમિતિમાં રચિથ સેનાનાયકે અને ફરવીઝ મહરુફ સહિત અન્ય કાનૂની દિગ્ગજો અને પૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટર સામેલ છે. રણસિંગેએ કહ્યું કે, તેમને આમાટે આઇસીસી પાસે માર્ગદર્શન અને વિશેષણ સલાહ માંગી છે. નવુ બંધારણ આગામી બે દિવસોમાં તૈયાર થઇ જશે.
પદાધિકારીઓ માટે એસએલસી ચૂંટણી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે, કેમ કે વધુ સંખ્યામાં મત વધારવાની સંખ્યા વિશે ચિંતા દર્શાવવામાં આવી છે, જેમાં નિહિત સ્વાર્તોના પક્ષમાં વૉટ ખરીદવા જેવા કદાચારના આરોપ લાગી રહ્યાં છે.
IND vs AUS: ટેસ્ટ સીરીઝમાં વાપસી કરવા માટે જબરદસ્ત તૈયારીઓ, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ 4 થી 5 કલાક સુધી સતત કરી પ્રેક્ટિસ
IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાની ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023માં 0-2 થી પાછળ છે, ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં હારથી બચવા માટે હવે ઓસ્ટ્રેલિયન ટીમે જબરદસ્ત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમને હવે કોઇપણ ભોગો ઇન્દોર ટેસ્ટમાં જીત હાંસલ કરવી છે, અને આ માટે હવે તેઓ નેટ્સમાં પરસેવો પાડવા લાગ્યા છે. શુક્રવારે કાંગારુ ટીમના ખેલાડીઓએ સતત 4 થી 5 કલાક જબરદસ્ત પ્રેક્ટિસ કરી.
ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે ઇન્દરોમાં નથી આવી, તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ ઇન્દોર ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં લાગી છે. એક સૉર્સે એએનઆઇને બતાવ્યુ કે, શુક્રવારે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની તમામ ખેલાડીઓની સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં અભ્યાસ કરવા માટે પહોંચી હતી, ત્યાં તેમને 4 થી 5 કલાક સુધી સખત પ્રેક્ટિસ કરી. રવિવારે આ ટીમ ઇન્દોર માટે રવાના થઇ જશે.
ઇન્દોરમાં સ્ટીવ સ્મિથ છે કાંગારુ ટીમના કેપ્ટન -
ઇન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સ્ટીવ સ્મિથના હાથોમાં હશે. ખરેખરમાં, પેટ કમિ્ન્સ પારિવારિક કારણોસર આ ટેસ્ટમાં ઉપલબ્ધ નથી. પેટ કમિન્સની સાથે ડેવિડ વૉર્નર પણ આ મેચમાં નહીં જોવા મળે. તે ઇજાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ગઇ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં બે ખેલાડીઓના બહાર થવાથી કાંગારુ ટીમને મોટો ફટકો પડ્યો છે. જોકે, હવે તેમની જગ્યાએ કોણે રિપ્લેસ કરે છે તે જોવાનુ રહ્યુ.