West Indies vs Pakistan: વેસ્ટ ઇન્ડિઝ (West Indies) નો આગામી વર્ષની શરૂઆતમાં થનારો પાકિસ્તાનનો પ્રવાસ (Pakistan Tour) આખા એક વર્ષ માટે ટળી શકે છે. બન્ને ટીમોને જાન્યુઆરી, 2023માં ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવાની છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ સીરીઝનો કાર્યક્રમ 2024 સુધી આગળ લંબાવવામાં આવી શકે છે. બન્ને દેશોના ક્રિકેટ બોર્ડ આને લઇને સહમતિ દર્શાવી ચૂક્યા છે. 


આ પ્રવાસ દુનિયાભરમાં રમાઇ રહેલી ફ્રેન્ચાઇઝી લીગના કારણે ટાળવામાં આવી શકે છે. ખરેખરમાં, આગામી વર્ષે જાન્યુઆરીમાં યૂએઇમાં ILT20 શરૂ થઇ રહી છે. આ સમયમાં દક્ષિણ આફ્રિકામાં SA20 લીગની શરૂઆત થશે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ પણ આ સમયે રમાય છે. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ આ ચારેય લીગનો ભાગ છે. આવામાં આ પ્રવાસને આગળ ધકેલવાની પુરેપુરી સંભાવના છે. 


ફેબ્રુઆરી 2024માં રમાશે સીરીઝ - 
વેસ્ટ ઇન્ડિઝનો આગામી વર્ષે જાન્યુઆરીમાં થનારો આ પ્રવાસ હવે ફેબ્રુઆરી 2024માં થઇ શકે છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝને પાકિસ્તાનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ અંતર્ગત ત્રણ ટેસ્ટ મેચ રમવા આવવાનુ છે. આજ સમયે ત્રણ મેચોની ટી20 સીરીઝ પણ આયોજિત કરવામાં આવે એવી સંભાવના છે. 


10 મહિનામાં બે વાર પાકિસ્તાન આવી ચૂકી છે વેસ્ટ ઇન્ડિઝ ટીમ - 
તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે, ડિસેમ્બર 2021માં બન્ને દેશોની વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ હતી, આ પછી વનડે સીરીઝ રમાવવાની હતી, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ કેમ્પમાં કૉવિડ-19ના કેસો સામે આવ્યા બાદ આને રદ્દ કરી દેવાઇ હતી. આ વર્ષે જૂનમાં બન્ને ટીમોની વચ્ચે વનડે સીરીઝ રમાઇ હતી. 


 


T20 World Cup 2022: પાકિસ્તાનની ટીમ માટે ખુશીના સમાચાર, આ સુપરફાસ્ટ બોલર વર્લ્ડ કપમાં કરશે કમબેક


T20 World Cup 2022: 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 વર્લ્ડ કપની શરુઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. આ મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહિન આફ્રિદી હવે ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છે. 


T20 વર્લ્ડ કપમાં કમબેક કરશે શાહિન આફ્રિદીઃ


પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદી આફ્રિદી જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ દરમિયાન જમણા ઘૂંટણના થયેલી ઈજાને કારણે ક્રિકેટના મેદાનમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે હવે શાહિન આફ્રિદીએ પોતાની ઘૂંટણની ઈજા માટે રિહેબ (સારવાર) પૂર્ણ કરી લીધી છે. હવે 15 ઓક્ટોમ્બરથી શાહિન આફ્રિદી ટીમ પાકિસ્તાનને જોઈન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ શાહિન અફ્રિદી વર્લ્ડ કપની મેચ રમવા માટે તૈયાર છે.