ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગનજ સ્પિન બોલર શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગત હાલ શોકમાં છે. 52 વર્ષની ઉંમરે અચાનક શેન વોર્ને દુનિયાને અલવિદા કહી દીધું છે. શેન વોર્નની અચાનક વિદાયથી ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોએ સોશિયલ મીડિયામાં શોક સંદેશ પાઠવ્યા હતા. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગલેન્ડ સહિતના દેશોના ક્રિકેટના ખેલાડીઓ અને પૂર્વ ખેલાડીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રો્ડસે ટ્વીટ કર્યું હતું કે, નો.... શેન વોર્ન હું માની નથી શકતો કે હું શું વાંચી રહ્યો છું.






ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે, શેન વોર્ન લોકોને ખેંચી લેનાર (ક્રાઉડ પુલર) હતો. બોલ સાથેનો જાદુગર હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો લીજેન્ડ, પ્રથમ આઈપીએલ જીતનાર કેપ્ટન. તે હંમેશાં યાદ રહેશે. 






પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે શેન વોર્નના ફોટો સાથે ટ્વીટ કરતાં લખ્યું કે, મનાઈ નથી રહ્યુ. મહાન સ્પિનરોમાંથી એક, સ્પિનને કુલ બનાવનાર સુપરસ્ટાર શેન વોર્ન નથી રહ્યા. તેમના પરિવાર, દોસ્તો, દુનિયાભરના તેમના ચાહકો પ્રતિ મારી સંવેદનાઓ.






ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટ્વીટ કર્યું કે, હું નિઃશબ્દ છું. આ ઘણું દુઃખદ છે. આપણી રમતનો લીજેન્ટ અને ચેમ્પિયન આપણને છોડીને ગયો છે. હજી પણ હું માની નથી શકતો.






પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે વીડિયો સંદેશ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, આ ખોટ પુરી કરવા માટે ઘણો સમય લાગશે. શેન વોર્ન હવે આપણી વચ્ચે નથી રહ્યા.






બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરતાં લખ્યું કે, શેન વોર્નના નિધનના સમાચાર સાંભળી સ્તબ્ધ છું. તેમના પરીવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. 






ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ઘણા ઓછા લોકો પોતાના ટેલેન્ટ સાથે એટીટ્યુડને મેચ કરી શકે છે. શેન વોર્ને બોલીંગને જાદુ જેવી બનાવી.! RIP






સુરેશ રૈનાએ ટ્વીટ કર્યું, શેન વોર્ન દરવખતે મેદાનમાં જાદુ જેવા હતા. તેમના પરીવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.