ભાવનગરઃ કોરોના વાયરસનો કહેર યથાવત છે.  ત્યારે સમગ્ર ગુજરાતીઓ અને ક્રિકેટ પ્રેમીઓ માટે માંઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સનના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાનું કોરોના વાયરસના કારણે  નિધન થયું છે.  કોરોના વાયરસે તેમના પિતાની જિંદગી છીનવી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે આ અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.



સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેમના નિધન પર શોક વ્યક્ત કરતા એક નિવેદનમાં કહ્યું, " સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તમામ ખેલાડીઓ ચેતન સાકરિયાના પિતાના નિધનથી દુખી છે." એસોસિએશને કહ્યું ચેતન સાકરિયા પ્રત્યે સંવેદના જાહેર  કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તેમના પરિવારને આ દુખ સહન કરવાની તાકત આપે સાથે જ તેમને પિતાની આત્માને શાંતિ આપે.'



ફ્રેન્ચાઈઝીએ લખ્યું છે કે આ ખુબ જ દુખ સાથે સૂચિત કરવું પડી રહ્યું છે કે કાનજીભાઈ સકારિયા કોરોનાથી જંગ હારી ગયા છે. અમે ચેતન સકારિયાના સંપર્કમાં છીએ. આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને સંભવ દરેક સહાયતા પ્રદાન કરશું.


ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝન દરમિયાન ચેતન સકારિયાને જ્યારે જાણવા મળ્યું કે તેમના પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેમણે તરત જ પોતાની સેલેરી પિતાની સારવાર માટે મોકલી આપી હતી. સાકરિયાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના એક માત્ર કમાનાર સભ્ય છે. આઈપીએલથી મળેલા પૈસાના કારણે જ તેમના પિતાની સારવાર સંભવ થઈ શકી હતી. ભાવનગરમાં જન્મેલા 23 વર્ષીય ચેતન સાકરિયા, જેના પિતા બે વર્ષ પહેલાં ઓટો ચલાવતા હતાય


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 22 લાખ 96 હજાર 414

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 83 લાખ 17 હજાર 404

  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 36 હજાર 648

  • કુલ મોત - 2 લાખ 42 હજાર 648