નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગના અનેક ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ટિમ સિફર્ટ ( Tim seifert ) પણ કોરોના સંક્રમિત થયો છે. જેના કારણે તે દેશના અન્ય ખેલાડીઓ સાથે ઘરત પર જઈ શક્યો નથી અને ચેન્નઈમાં ક્વોરન્ટાઈનમાં રહીને સારવાર લેશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી. 


કોલકાતા નાઈટ રાઈડર્સના ચાર ખેલાડી કોરોના સંક્રમિત (Corona positive) થઈ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેઈફર્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.  આઈપીએલ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 11 ખેલાડી અને 3 આસિસ્ટન્ટ કોચ સંક્રમિત થઈ ચૂક્યા છે.


ઉલ્લેખનીય છે કે, ટિમ સિફેર્ટનો કોરોના રિપોર્ટ સ્વદેશ પરત ફરતા પહેલા પોઝિટિવ આવ્યો હતો અને તે આઇપીએલ 2021 માં ભાગ લેનારા ન્યૂઝીલેન્ડના બાકીના ખેલાડીઓની સાથે ઘરે પરત જઈ શકશે નહીં. હાલમાં તે અમદાવાદમાં આઈસોલેટ થઈ ગયો છે, પરંતુ અહીંથી તે ચેન્નઈ જશે અને ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇક હસીની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલમાં સારવાર લેશે.  



ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ તેના નિવેદનમાં જણાવ્યું કે, "ટિમ સિફેર્ટ કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હવે આઇપીએલ 2021માં ભાગ લેનારા  ન્યુઝીલેન્ડના ખેલાડીઓની સાથે ઘરે પરત ફરશે નહીં. સિફર્ટ મધ્યમ લક્ષણો અનુભવી રહ્યો છે. ક્વોરન્ટાઈન રહીને સારવાર કરાવશે. ન્યુઝીલેન્ડ પરત ફરવાની મંજૂરી આપતા પહેલા તેણે તેના નેગેટિવ રિપોર્ટની રાહ જોવી પડશે. ન્યુઝીલેન્ડ પરત ફરતા સિફર્ટને 14 દિવસ માટે આઈસોલેટમાં રહેવું પડશે. "


ઉલ્લેખનીય છે કે, પ્રસિદ્ધ કૃષ્ણાને ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં સ્ટેન્ડબાયના રૂપે પસંદ કરવામાં આવ્યો હતો. શુક્રવારો કૃષ્ણાને WTCની ફાઈનલ અને ઈંગ્લેન્ડ ટૂર માટે પસંદ કરાયો હતો. જેમાં એને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યો હતો. 25 મેના રોજ તે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ સાથે ક્વોરન્ટીન થવાના છે. પરંતુ હવે તેઓને ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.



ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ માટે 2 જૂને બ્રિટન માટે રવાના થશે. તે પહેલા ટીમ 25 મે થી 8 દિવસ માટે બાયો બબલમાં રહેશે. જ્યારે બ્રિટન પહોંચ્યા બાદ 10 દિવસ ક્વોરન્ટાઈન રહેશે.