Karnataka Cricketer K Hoysala Dies: આજે વહેલી સવારે જ ક્રિકેટ જગત માટે અને ફેન્સ એક માઠા સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસાલાએ હાર્ટ એટેકના કારણે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. મેદાન પર વિજયની ઉજવણી કરતી વખતે કે હોયસલાનું અવસાન થયું. આ ઘટના બેંગલુરુના RSI ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી એજીસ સાઉથ ઝૉન ટુર્નામેન્ટમાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. આ સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ક્રિકેટર કે હોયસલાનું હાર્ટ એટેકનું નિધન
એજીસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટમાં કર્ણાટકની જીત બાદ ટીમ સાથે ઉજવણી કરતી વખતે કે હોયસલા છાતીમાં તીવ્ર દુખાવાને કારણે મેદાન પર બેભાન થઈને પડી ગયા હતા. તેને તાત્કાલિક એમ્બ્યૂલન્સ દ્વારા બેંગલુરુની બોરિંગ હૉસ્પીટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ દુઃખની વાત એ છે કે હૉસ્પીટલ લઈ જતી વખતે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું. આ દુ:ખદ ઘટના 22 ફેબ્રુઆરી, ગુરુવારે પ્રકાશમાં આવી હતી અને તેની વિગતો 23 ફેબ્રુઆરીની સાંજે બહાર આવી હતી.
કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ લીધો હતો ભાગ
કે હોયસલા મધ્યમ ક્રમના બેટ્સમેન હતા અને બોલિંગ પણ કરતા હતા. હોયસલાએ અંડર-25 કેટેગરીમાં કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ રમ્યો હતો. બોરિંગ હોસ્પિટલ અને અટલ બિહારી મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. મનોજ કુમારે જણાવ્યું હતું કે હોયસાલાને મૃત લાવવામાં આવ્યો હતો, મોટે ભાગે હાર્ટ એટેકને કારણે. અમે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી લીધું છે અને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
પુરૂષ અને સ્ત્રી બંનેમાં હાર્ટ અટેકના અલગ-અલગ હોય છે લક્ષણો, આ રીતે ઓળખો
હાલના સમયમાં હાર્ટ એટેક અને હ્રદયરોગ ઝડપથી વધતા રોગો છે. તાજેતરના સમયમાં તેના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હૃદયરોગ વધી રહ્યો છે. આ એક જીવલેણ રોગ છે. તેથી વધુ સાવધાની જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટ એટેકના લક્ષણો કેટલાક મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે. એક નવા અભ્યાસ અનુસાર, સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોને હાર્ટ એટેકના પુરુષ અને સ્ત્રીમાં કેવા લક્ષણો છે.
સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો
- અતિશય પરસેવો
- ઉબકા અથવા ઉલટી થવી
- ચક્કર
- ખૂબ થાક લાગે છે
- સૂતી વખતે અથવા આરામ કરતી વખતે આ સમસ્યાઓ વધુ અનુભવાય છે
પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો
- છાતીનો દુખાવો
- છાતીમાં ઘણું દબાણ અનુભવવું
- બેચેનીનો અનુભવ
- પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો કેમ અલગ-અલગ હોય છે?
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મહિલાઓની વાત કરીએ તો હાર્ટ એટેકના લક્ષણો ઝડપથી સમજાતા નથી. કારણ કે મહિલાઓ દરરોજ તેમના રોજિંદા જીવનમાં હાર્ટ એટેકના લક્ષણો સાથે સંબંધિત સમસ્યાઓ અનુભવે છે. એટલા માટે મોટાભાગના લોકો તેને હળવાશથી લે છે, જ્યારે પુરુષોમાં તે સામાન્ય નથી અને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ડોક્ટરના મતે દરેક ઉંમરની મહિલાઓએ હાર્ટ એટેકને ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે મહિલાઓને કોઈપણ લક્ષણો વગર પણ હાર્ટ એટેક આવી શકે છે. કોરોનરી હાર્ટ ડિસીઝને કારણે મૃત્યુ પામેલી મહિલાઓમાંથી 64 ટકામાં અગાઉ કોઈ લક્ષણો દેખાતા ન હતા.
મહિલામાં હાર્ટ અટેકના કારણો
- હાઈ બ્લડ પ્રેશર
- સ્થૂળતામાં વધારો
- ખોટી જીવનશૈલી
- અનહેલ્ધી ફૂડ
- હાઇ કોલેસ્ટ્રોલ
- બેઠાડું જીવન
- ડાયાબિટીસ
- ધૂમ્રપાન
- મેનોપોઝ
- બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ
- ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો
મહિલાઓએ હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ
હાર્ટ અટેકથી બચવા માટે આહાર અને જીવન શૈલી સુધારવી અનિવાર્ય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરો, ઉપરાંત માનસિક તણાવ અને હતાશાથી બચવાનો પ્રયાસ કરવો પણ જરૂરી છે. બેઠાડું જીવનને છોડીને વર્કઆઉટ યોગને રૂટીનમાં સામેલ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો