નવી દિલ્હીઃ ભારતીય ટીમની મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયાએ તાજેતરમાં જ યુએઇમાં આયોજિત મહિલા ટી20 ચેલેન્જમાં ભાગ લીધો હતો, અને હરમનપ્રીત કૌરની ટીમ સુપરનોવા તરફથી રમતી દેખાઇ હતી.

પ્રિયા પુનિયાએ પોતાના બેસ્ટ પરફોર્મન્સથી કોરોડો ઇન્ડિયન્સ ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે. તે પોતાની બેટિંગ ઉપરાંત સુંદરતા માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. આ કારણે સોશ્યલ મીડિયા પર તેને લોકો ખુબ લાઇક્સ કરી રહ્યાં છે.

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયા પુનિયાને એક યૂઝરે પોતાના બૉયફ્રેન્ડ વિશે પુછ્યુ તો તેને ખુબ સરસ અંદાજમાં જવાબ આપ્યો, તેને પોતાના બૉયફ્રેન્ડ વિશે મોટો ખુલાસો કર્યો હતો. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.



વિરાટ કોહલીની જેમ પ્રિયા પુનિયાએ પણ ગુરુ રાજકુમાર શર્મા પાસેથી ક્રિકેટનુ કૉચિંગ લીધુ છે. 6 ફેબ્રુઆરી 2019એ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેને ભારત માટે અત્યાર સુધ 5 વનડે અને 3 ટી20 મેચ રમી છે. વનડે ઇન્ટરનેશનલમાં શ્રીલંકા સામે તેને સર્વાધિક 75 નૉટઆઉટ સ્કૉર કર્યો હતો.