નવી દિલ્હી: ઈન્ડિયન ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માની ઈજા વિવાદનો મુદ્દો બની ગયો છે. રોહિતને પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સ્થાન નહોતું મળ્યું પરંતુ બાદમાં તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે પોતાની ઈજાને લઈ રોહિત મૌન તોડતા કહ્યું કે, આ કોઈ ગંભીર મુદ્દો નથી.
રોહિતે કહ્યું કે, તેની હેમસ્ટ્રિંગ ઈજા હવે સંપૂર્ણ સારી થઈ ગઈ છે. મને નથી ખબર કે શું ચાલી રહ્યું છે અને લોકો શેના વિશે શું વાત કરી રહ્યું છે. હું સતત બીસીસીઆઈ અને મુંબઈ ઈન્ડિયન્સના સંપર્કમાં છું.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2020 ફાઈનલમાં રોહિતે 50 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. રોહિત હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નથી પહોંચ્યો હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.
રોહિતે વધુમાં કહ્યું કે, હેમસ્ટ્રિંગ ઈન્જરી સંપૂર્ણ સાજી થઈ ગઈ છે. હું સંપૂર્ણ સ્વસ્થ થવા પર કામ કરી રહ્યો છું. કારણ કે મારે ટેસ્ટ ક્રિકેટ રમવાની છે તે તેથી કોઈ કમી છોડવા માંગતો નથી અને આ જ એક કારણ છે કે, હાલમાં હું એનસીએમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. રાહિતે કહ્યું કે, તે 10 દિવસમાં ઈજામાંથી બહાર આવી ગયો હતો.
ઉલ્લેખનીય કે, આઈપીએલ દરમિયાન રોહિત શર્માની ઈજા પર વિવાદ ત્યારે વધી ગયો હતો જ્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને 70 ટકા ફિટ ગણાવ્યો હતો.
રોહિત શર્માએ પોતાની ઈજાને લઈને તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 05:55 PM (IST)
આઈપીએલ દરમિયાન રોહિત શર્માની ઈજા પર વિવાદ ત્યારે વધી ગયો હતો જ્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને 70 ટકા ફિટ ગણાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -