મુંબઈઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના નવા વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. તે અને સિંગર ગુરુ રંધાવાની અટકાયત પણ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં જામાન પર છોડવામાં આવ્યા હા. તેમની વિરૂદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાઈ છે. તે અને રંધાવા એ 34 લોકોમાં સામેલ હતા જેમણે એક ફાઈવસ્ટાર ક્લબમાં પોલીસની રેડ પાડીને અટકાયત કરી હતી. આ બધા પર કોરોનાના નિયમ તોડવાનો આરોપ છે.


ડ્રેગન ફ્લાઇ ક્લબ મુંબઈના એરપોર્ટ પાસે આવેલ ફાઈવસ્ટાર હોટલ મેરિએટમાં છે. આ માયાનગરીમાં પોશ ક્લબમાં સામેલ છે. જાણકારી અનુસાર નાઇટ કર્ફ્યૂ બાદ પણ આ ક્લબમાં ખૂબ જ હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી. તેમાં સુરેશ રૈનાની સાથે બોલિવૂડના ટોપ ચહેરા પણ સામેલ હતા.

રિપોર્ટ્સ અનુસાર ગુરુ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન પાર્ટીમાં સામેલ હતા. જાણકારી મળ્યા બાદ મોડી રાત્રે મુંબઈ પોલીસે ક્લબ પર રેડ પાડી હતી. મુંબઈ પોલીસના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રૈનાને છોડીને બાકીના બધા સ્ટાર ક્લબના પાછળના દરવાજાથી ભાગી ગયા. મુંબઈ પોલીસે તમામ પર કલમ 188 અને મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.