CSK Post MS Dhoni Special Video: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ફાઈનલ મેચ જીતી ત્યારે તમામ ક્રિકેટ ચાહકોના ચહેરા પર ખુશી ચોક્કસપણે જોવા મળી હતી. ગુજરાત સામેની ફાઇનલમાં ચેન્નાઇએ ઇનિંગના છેલ્લા બોલ પર અત્યંત રોમાંચક રીતે 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ 5મી વખત IPL ટ્રોફી જીતી છે. દરેકના મનમાં એક પ્રશ્ન પણ ચાલી રહ્યો છે કે શું ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં.


ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ 13 જૂનની સાંજે સોશિયલ મીડિયા પર ધોનીનો એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. 33 સેકન્ડના આ વીડિયોમાં ધોનીની આખી સિઝન દરમિયાન ખાસ પળો બતાવવામાં આવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોમાં એ ચર્ચા પણ તેજ થઈ ગઈ છે કે શું ધોની સંન્યાસ લેવાનો છે.






3 વર્ષ પહેલા ધોનીએ જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. કંઈક આ રીતે આઈપીએલને પણ અલવિદા કહેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, ધોનીએ ફાઈનલ મેચ બાદ પોતાના નિવેદનમાં આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેની પાસે આગામી સિઝનમાં રમવા અંગે નિર્ણય લેવા માટે હજુ 7 થી 8 મહિનાનો સમય છે.


IPLની સિઝન પૂરી થયા બાદ ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી


મહેન્દ્ર સિંહ ધોની ઘૂંટણની સમસ્યા હોવા છતાં IPLની 16મી સિઝનમાં તમામ મેચ રમ્યો હતો. જો કે, આ કારણે તેને બેટિંગ ક્રમમાં પહેલા રમવા માટે મળ્યું ન હતું. સિઝનના અંત પછી, ધોનીએ પહેલા તેના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું.  


CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી



રવિન્દ્ર જાડેજાએ કમાલ કરી બતાવી. છેલ્લા બોલ પર સીએસકેને જીતવા માટે ચાર રનની જરૂર હતી. CSKએ ચાર રન બનાવ્યા અને ગુજરાતને પાંચ વિકેટે હરાવ્યું. CSK પાંચમી વખત IPLની વિજેતા બનવામાં સફળ રહી છે. રવિન્દ્ર જાડેજાએ 6 બોલમાં 15 રનની અણનમ ઇનિંગ રમી હતી.