IPL 2023 CSK Vs Guj Score Updates: ગુજરાત ટાઈટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની શાનદાર ઈનિંગ

IPL 2023ની શરૂઆત આજથી થશે. આઈપીએલ 2023ની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે  રમાશે.

gujarati.abplive.com Last Updated: 31 Mar 2023 11:42 PM
ગુજરાત ટાઈટન્સે શાનદાર જીત મેળવી

શુભમન ગિલની શાનદાર અડધી સદીને કારણે ગુજરાત ટાઇટન્સે IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 178 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં પાંચ વિકેટે 182 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

શુભમન ગિલ 63 રન બનાવી આઉટ

શુભમન ગિલ 63 રન બનાવી આઉટ થયો છે. ગુજરાત ટાઈટન્સે 4 વિકેટ ગુમાવીને 15.2 ઓવરમાં 140 રન બનાવી લીધા છે. તેવટિયા હાલ મેદાન પર છે. 

ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી

ગુજરાત ટાઇટન્સને બીજો ઝટકો લાગ્યો છે. સાઈ સુદર્શન 22 રન બનાવી આઉટ થયો છે.

ગુજરાતે 5 ઓવરમાં 56 રન બનાવ્યા

ગુજરાત ટાઇટન્સે 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા છે. શુભમન ગિલ 13 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સાઈ સુદર્શન 6 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતને જીતવા માટે 90 બોલમાં 123 રનની જરૂર છે.

રાજવર્ધને ગુજરાત ટાઇટન્સને પહેલો ઝટકો આપ્યો

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ પડી છે. રિદ્ધિમાન સાહા 16 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રાજવર્ધને સાહાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

ગુજરાતને જીતવા 179 રનનો લક્ષ્યાંક

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. તેના સિવાય મોઇન અલીએ 23 રનની ઇનિંગ રમી હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને ટીમનો સ્કોર સાત વિકેટે 178 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે સાત બોલમાં 14 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી.

ગાયકવાડ 92 રન બનાવીને આઉટ

ઋતુરાજ ગાયકવાડ 92 રન બનાવીને આઉટ થયો છે. એમ એસ ધોની હાલ મેદાન પર છે. ચેન્નઈની ટીમે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો લાગ્યો છે.  અંબાતી રાયડુ 12 બોલમાં 12 રન બનાવી આઉટ થયો છે. ચેન્નઈનો સ્કોર 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 121 રન થયો છે. 

GT vs CSK Live: ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ઓવરમાં 114 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 34 બોલમાં 70 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 8 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા છે. રાયડુ 10 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.

ગાયકવાડે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. ગાયકવાડે માત્ર 23 બોલમાં 50 રન બનાવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર 9 ઓવર બાદ 3 વિકેટ વિકેટ ગુમાવી 90 રન થયો છે. 

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. બેન સ્ટોક્સ માત્ર 7 રન બનાવી આઉટ થયો છે. ચેન્નઈ સુપર સિંગ્સે 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 72 રન બનાવી લીધા છે. 

ગાયકવાડે ગુજરાત માટે મુશ્કેલી ઊભી કરી

ગાયકવાડે ગુજરાત માટે મુશ્કેલી ઊભી કરી છે. તેણે 17 બોલમાં 36 રન બનાવ્યા છે. તેણે હાર્દિક પંડ્યાની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. ચેન્નાઈએ 7 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવી લીધા છે. 

ચેન્નઈ સુપર કિંગ્સને બીજો મોટો ઝટકો

ચેન્નઈ સુપર કિંગ્સને બીજો મોટો ઝટકો લાગ્યો છે. મોઈન અલી 23 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. ચેન્નઈ સપર કિંગ્સની ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા છે. 

GT vs CSK Live: ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ પડી હતી.  ડેવોન કોનવે 6 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે મોઈન અલી બેટિંગ માટે મેદાન પર પહોંચી ગયો છે. ચેન્નાઈએ 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી લીધા છે. 

GT vs CSK Live: ચેન્નઈએ એક ઓવરમાં બનાવ્યા 2 રન

ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ ઓવરમાં માત્ર 2 રન બનાવ્યા હતા. શમીએ ઓવરના બીજા બોલ પર કોનવેને  બિટ કર્યો હતો. બોલ લેગ સ્ટમ્પ તરફ હતો. 

GT vs CSK Live: ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન-  રિદ્ધિમાન સાહા (WK), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ

IPL 2023 Live:  ચેન્નાઈ સુપર કિંગ્સ  પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન-  ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (CWK), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હેંગરગેકર

CSK vs GT Live: ગુજરાતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે.

પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે

IPL 2023ની શરૂઆત આજથી થશે. આઈપીએલ 2023ની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે  રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેની આ મેચ રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023 Chennai Super Kings Vs Gujarat Titans LIVE Score Updates : IPL 2023ની શરૂઆત આજથી થશે. આઈપીએલ 2023ની 16મી સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે  રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેની આ મેચ રમાશે. સીઝનની પહેલી જ મેચમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર વાળી મેચો જોવા મળી શકે છે. એકબાજુ એમએસ ધોનીની CSK ટીમ ગયા વર્ષના નિષ્ફળ પ્રદર્શનને ભૂલીને મેદાનમાં ઉતરશે. તો વળી, હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ તેનો દબદબો જાળવી રાખવા પ્રયાસ કરશે. 


Chennai Super Kings Vs Gujarat Titans  હેડ ટૂ હેડ 


ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.


પીચ રિપોર્ટ 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધશે, તેમ તેમ અહીં સ્પિનરો અસરકારક સાબિત થવા લાગશે, અહીંની પીચ પર પ્રથમ બેટિંગમાં સરેરાશ સ્કૉર 170 રન રહ્યો છે. આંકડા સાક્ષી છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લક્ષ્યનો પીછો કરતી ટીમ મેચ જીતવામાં વધુ સફળ રહી છે. એટલા માટે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૉલિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.


મેચ પ્રિડિક્શન 


આમ પણ કહેવાય છે કે જ્યાં સુધી મેચમાં છેલ્લો બૉલ ના નંખાઇ જાય ત્યાં સુધી કોઇપણ જાતની ભવિષ્યવાણી ના કરવી જોઇએ. ચેન્નઇ અને ગુજરાત વચ્ચે રમાતી મેચ કોઈપણ જીતી શકે છે. પરંતુ જો આંકડાની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ CSKને પછાડી શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમ એકદમ સંતુલિત છે. તેમની પાસે ઘણા ધાડક ઓલરાઉન્ડર છે. ગુજરાત ટાઇટન્સને ઘરઆંગણે રમવાનો પણ ફાયદો મળશે. એકન્દરે, ગુજરાત ટાઇટન્સ પાસે પ્રથમ મેચમાં જીતવાની વધુ તકો છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.