નવી દિલ્હીઃ આઇપીએલના ગણતરીના દિવસો બાકી છે, તે પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના તોફાની ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ટીમ સાથે ફરીથી જોડાઇ ગયો છે, ઋતુરાજ ગાયકવાડ હવે પુરેપુરી રીતે ફિટ છે અને તે આઇપીએલમાં સીએસકે માટે ઓપનિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ફ્રેન્ચાઇઝીના સીઇઓ કાશી વિશ્વનાથને આ મોટુ અપડેટ આપ્યુ છે.
એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા સીએસકેના સીઇઓ કાશી વિશ્વાનાથને બતાવ્યુ કે, ઋતુરાજ ગાયકવાડ પુરેપુરી રીતે હવે ફિટ થઇ ગયો છે, અને તે બાકીના ખેલાડીઓ સાથે આઇપીએની તૈયારીઓ કરી રહ્યો છે.
ઋતુરાજ ગાયકવાડ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝ પહેલા જ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, તેને પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથમાં ઇજા પહોંચી હતી. આ કારણે તે આખી સિઝનમાંથી બહાર થઇ ગયો હતો. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ લિમીટેડ ઓવરની સીરીઝની ઠીક પહેલા પણ ઋતુરાજ ગાયકવાડ કોરોનાથી સંક્રમિત થયો હતો.
ચેન્નાઇની ટીમ સૂરતના લાલા ભાઇ કૉન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આઇપીએલ પ્રેક્ટિસ કરી રહી હતી, આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડ પણ રવિવારે ત્યાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેની તસવીર પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી. ખાસ વાત છે કે ગયા વર્ષની આઇપીએલ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડે જબરદસ્ત રીતે બેટિંગ કરી હતી, અને સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બનીને પર્પલ કેપ પર પણ કબજો જમાવ્યો હતો.
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર