CSK vs KKR Live Score: કોલકાતાએ ચેન્નઈને 6 વિકેટથી આપી હાર, નીતીશ-રિંકુનુ શાનદાર પ્રદર્શન

IPL 2023 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

gujarati.abplive.com Last Updated: 14 May 2023 11:24 PM
CSK vs KKR: કોલકાતાએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. કોલકાતા તરફથી રિંકુ સિંહ અને નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુએ 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નીતિશ રાણાએ અણનમ 57 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 3 વિકેટ લીધી હતી.

CSK vs KKR લાઈવ સ્કોર: રિંકુ સિંહ અડધી સદીની નજીક પહોંચી ગયો

કોલકાતાનો સ્કોર 100 રનને પાર કરી ગયો. ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે 36 બોલમાં 40 રન બનાવવા પડશે. નીતિશ રાણા 37 રન અને રિંકુ સિંહ 45 રન બનાવીને રમી રહ્યા છે.

KKRને 21ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સને 21ના સ્કોર પર વેંકટેશ ઐયરના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. દીપક ચહરે 9 રનના અંગત સ્કોર પર અય્યરને પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે KKRનો કેપ્ટન નીતિશ રાણા જેસન રોયને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યા છે.

CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નાઈએ કોલકાતાને 145 રનનો ટાર્ગેટ આપ્યો

ચેન્નાઈએ કોલકાતાને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. શિવમ દુબે અડધી સદી ચુકી ગયો હતો. તેણે અણનમ 48 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. વૈભવ અરોરા અને શાર્દુલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.

CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નઈનો સ્કોર 100 રનની નજીક છે

 


ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 રનની નજીક પહોંચી ગયો છે. ટીમે 16 ઓવર બાદ 5 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. શિવમ દુબે 22 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા 7 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. આ બંને વચ્ચે 27 રનની ભાગીદારી છે.

CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નાઈએ 12 ઓવરમાં 81 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે 12 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. શિવમ દુબે 10 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 1 રન બનાવ્યો હતો. કોલકાતા તરફથી નરેને 2 વિકેટ લીધી હતી.

CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નાઈને ચોથો ઝટકો લાગ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સની ચોથી વિકેટ પડી. રાયડુ 4 રન બનાવીને આઉટ થયો હતો. સુનીલ નારાયણે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચેન્નાઈએ 10.1 ઓવરમાં 68 રન બનાવી લીધા છે. હવે શિવમ દુબે અને મોઈન અલી બેટિંગ કરી રહ્યા છે.

CSK vs KKR લાઈવ સ્કોર: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (C/WK ), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થીક્ષણા

CSK vs KKR લાઈવ સ્કોર: કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (wk), જેસન રોય, નીતીશ રાણા (C), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી

ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીત્યો

IPL 2023 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બ્રેકગ્રાઉન્ડ

CSK vs KKR Live Score 61st Match IPL 2023: IPL 2023 ની 61મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.  આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.  તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે કોલકાતા 10માં નંબરે છે. કોલકાતાને આ મેચમાં ચેન્નાઈ સામે ટક્કર મળશે. જો આંકડાઓ પર નજર કરીએ તો ચેન્નાઈનો હાથ ઉપર હોવાનું જણાય છે. 


ચેન્નાઈ સુપર કિંગ્સ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. જેથી તેને તેનો લાભ મળી શકે. ટીમનો અનુભવી ખેલાડી બેન સ્ટોક્સ ઈજા બાદ ફિટ થઈ ગયો છે. 


કોલકાતા માટે આ મેચમાં સ્પિન બોલરો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચેન્નાઈનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અજિંક્ય રહાણે ફોર્મમાં છે. પરંતુ સુનીલ નારાયણ તેના માટે કાલ બની શકે છે. નરેને રહાણેને ચાર વખત આઉટ કર્યો છે. વરુણ સીવી પણ મહત્વપૂર્ણ બોલર સાબિત થઈ શકે છે. તેઓએ ધોનીને આઉટ કર્યો છે. ટીમને જેસન રોય અને ગુરબાઝ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. જો આ બંને ખેલાડીઓ ઓપનિંગ કરે છે તો તેઓ સારી શરૂઆત આપીને મોટો સ્કોર બનાવી શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.