CSK vs RCB: ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે કરી આઈપીએલની શરુઆત, RCBને 6 વિકેટે હરાવ્યું

CSK vs RCB IPL 2024 Score Live: અહીં તમને ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 22 Mar 2024 11:58 PM
ચેન્નાઈ સુપર કિંગ્સની શાનદાર જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થઈ. આ મેચમાં CSKએ છ વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. CSKને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 8 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. CSKની જીતનો હીરો મુસ્તફિઝુર રહેમાન રહ્યો, જેણે ચાર વિકેટ ઝડપી હતી.


 





ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી, રહાણે આઉટ

ચેન્નાઈએ 99ના કુલ સ્કોર પર 11મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. અજિંક્ય રહાણે 19 બોલમાં બે સિક્સરની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. કેમેરોન ગ્રીનના બોલ પર તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. ચેન્નાઈને જીતવા માટે હજુ 58 બોલમાં 75 રન બનાવવાના છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 62/1

ચેન્નાઈના બેટ્સમેન ઝડપી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ટીમે 6 ઓવરમાં 62/1 રન બનાવી લીધા છે. આ દરમિયાન રચિન રવિન્દ્રએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન અને અજિંક્ય રહાણેએ 8 બોલમાં 1 છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા.

દિનેશ કાર્તિકની જગ્યાએ યશ દયાલ આવ્યો

આરસીબીએ તેના સુપર સબ (ઈમ્પેક્ટ પ્લેયર) તરીકે ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલની પસંદગી કરી છે. દિનેશ કાર્તિકની જગ્યાએ યશ દયાલ આવ્યો છે. અનુજ રાવત વિકેટ કીપિંગ કરી રહ્યો છે. બે ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 13 રન છે.

RCBએ CSKને આપ્યો 174 રનનો ટાર્ગેટ

RCBએ CSKને આપ્યો 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. આરસીબી તરફથી અનુજ રાવતે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 25 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 38 રનની શાનદાર પારી રમી હતી. ચેન્નાઈ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 4 વિકેટ લીધી હતી. જ્યારે એક વિકેટ ચહરને મળી હતી.


 





આરસીબીએ વળતો પ્રહાર કર્યો, બે ઓવરમાં 26 રન બનાવ્યા

આરસીબીએ થોડી વાપસી કરી છે. છેલ્લી બે ઓવરમાં કુલ 26 રન થયા છે. 16 ઓવર પછી આરસીબીનો સ્કોર પાંચ વિકેટે 116 રન છે. અનુજ રાવત 13 બોલમાં 20 રન અને દિનેશ કાર્તિક 14 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે 26 બોલમાં 38 રનની ભાગીદારી થઈ છે.

રવિન્દ્ર જાડેજાએ એક રનની ઓવર ફેંકી

રવિન્દ્ર જાડેજાએ 11મી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. 11 ઓવર પછી આરસીબીનો સ્કોર ત્રણ વિકેટે 76 રન છે. ચેન્નાઈના સ્પિનરોએ આરસીબીની ગતિ પર બ્રેક લગાવી દીધી છે. કોહલી અને ગ્રીન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી છે.

વિરાટ અને ગ્રીન ધીરજ સાથે રમી રહ્યા છે

વિરાટ કોહલી અને કેમરન ગ્રીન ધીરજ સાથે રમી રહ્યા છે. વિરાટ 10 બોલમાં 09 રન અને ગ્રીન 11 બોલમાં 8 રન બનાવીને રમતમાં છે. 8 ઓવર પછી આરસીબીનો સ્કોર ત્રણ વિકેટે 55 રન છે.

મુસ્તાફિઝુર રહેમાને એક ઓવરમાં બે વિકેટ લીધી

મુસ્તાફિઝુર રહેમાને ચેન્નાઈ સુપર કિંગ્સમાં પુનરાગમન કર્યું છે. તેણે બેંગલુરુને એક જ ઓવરમાં બે ઝટકા આપ્યા. મુસ્તફિઝુર રહેમાને પહેલા ફાફ ડુ પ્લેસિસને આઉટ કર્યો અને પછી રજત પાટીદારને પેવેલિયનમાં મોકલી દીધો. પ્લેસિસ 35 અને પાટીદાર શૂન્ય રને આઉટ થયા હતા. 5 ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટે 41 રન છે.

ડુ પ્લેસિસે તુષારદેશ પાંડેની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા

આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પ્લેસિસે તુષારદેશ પાંડેની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. 2 ઓવર પછી બેંગલુરુનો સ્કોર કોઈ વિકેટ વિના 16 રન છે. વિરાટ 01 અને પ્લેસિસ 14 રને રમી રહ્યો છે.

આરસીબી પ્લેઈંગ ઈલેવન


ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત, કર્ણ શર્મા, અલ્ઝારી જોસેફ, મયંક ડાગર અને મોહમ્મદ સિરાજ




 
ચેન્નાઈ પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, રવીન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની(વિકેટકીપર), દીપક ચહર, મહિશ થિક્સાના, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બેટિંગ લીધી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.


 





ટોસ 7:40 વાગ્યે થશે


ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો ટોસ 7:40 વાગ્યે થશે. મેચનો પ્રથમ બોલ 8 વાગ્યે નાખવામાં આવશે. આ પહેલા ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.

બ્રેકગ્રાઉન્ડ

 CSK vs RCB LIVE Score, IPL 2024: IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. ખાસ વાત એ છે કે આ મેચમાં વિરાટ કોહલી અને એમએસ ધોની બંને ખેલાડી તરીકે ભાગ લેશે. બંનેએ પોતપોતાની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.


 







RCB નવા નામ અને નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે
IPL 2024ના થોડા દિવસો પહેલા RCBએ એક અનબોક્સ ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ટીમને ન માત્ર નવું નામ મળ્યું છે પરંતુ આ વખતે ટીમ નવી જર્સી પહેરીને રમતી જોવા મળશે. અગાઉ RCB રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરીકે ઓળખાતી હતી, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુ' તરીકે ઓળખાશે. આ અગાઉ RCB ટીમની જર્સીનું કોમ્બિનેશન લાલ અને બ્લેક રંગનું હતું, પરંતુ હવે જર્સીને કાળાને બદલે વાદળી કરી દેવામાં આવ્યો છે.




CSKની તરફેણમાં રેકોર્ડ




IPLમાં અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 31 વખત સામસામે આવી ચુક્યા છે. આમાંથી, CSK 20 વખત વિજયી રહી છે અને RCB માત્ર 10 વખત જીતવામાં સફળ રહી છે અને તેમની એક મેચ અનિર્ણિત રહી હતી. કાગળ પર ચેન્નાઈ મજબૂત દેખાય છે અને જો આપણે નજીકથી જોઈએ તો RCBને IPL 2024માં બોલિંગ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. એકંદરે, ચેન્નાઈનું કોમ્બીનેશન વધુ સારું લાગે છે, તેથી બેંગલુરુ માટે જીત સાથે સિઝનની શરૂઆત કરવી સરળ રહેશે નહીં.


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન



વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ/આકાશ દીપ અને અલ્ઝારી જોસેફ .



ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન



ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે/સમીર રિઝવી, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા અને મુસ્તફિઝુર રહમાન.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.