CSK vs SRH, IPL 2023: ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કોનવેના અણનમ 77 રન

CSK vs SRH, IPL 2023 Live: આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ તમે અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 21 Apr 2023 10:56 PM
ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, કોનવેએ શાનદાર ઇનિંગ રમી

સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 57 બોલનો સામનો કર્યો અને 12 ફોર અને 1 સિક્સ ફટકારી. ઋતુરાજ ગાયકવાડે 35 રન બનાવ્યા હતા.

ચેન્નાઈને ત્રીજો ઝટકો લાગ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ પડી. અંબાતી રાયડુ 9 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈએ 17 ઓવરમાં 122 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 18 બોલમાં 13 રનની જરૂર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ફટકો

ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી વિકેટ પડી. અજિંક્ય રહાણે 9 રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈએ 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 25 રનની જરૂર છે. હવે અંબાતી રાયડુ બેટિંગ કરવા આવ્યો છે.

કોનવેએ અડધી સદી ફટકારી

ડેવોન કોનવેએ પોતાની અડધી સદી પૂરી કરી. તે 34 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી. ઋતુરાજે 26 બોલમાં 34 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 60 બોલમાં 49 રનની જરૂર છે. ચેન્નાઈએ 10 ઓવર પછી 86 રન બનાવી લીધા છે.

ચેન્નાઈને જીતવા માટે 69 રનની જરૂર

ચેન્નાઈએ 7 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. કોનવે 42 રન બનાવીને રમી રહ્યો છે. ઋતુરાજે 15 બોલમાં 22 રન બનાવ્યા છે. CSKને જીતવા માટે 78 બોલમાં 69 રનની જરૂર છે.

ચેન્નાઈએ 5 ઓવરમાં 37 રન બનાવ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે 5 ઓવરમાં 37 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 11 બોલમાં 17 રન બનાવ્યા છે. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે. ડેવોન કોનવે 19 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે.

હૈદરાબાદે ચેન્નાઈને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ આપ્યો

પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા હતા. ચેન્નાઈને જીતવા માટે 135 રન બનાવવા પડશે. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 26 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ચેન્નાઈ તરફથી જાડેજાએ 3 વિકેટ લીધી હતી.

હૈદરાબાદને છઠ્ઠો ઝટકો લાગ્યો

સનરાઇઝર્સ હૈદરાબાદની છઠ્ઠી વિકેટ પડી. હેનરિક ક્લાસેન 17 રન બનાવીને આઉટ થયો હતો. તેને પથિરાનાએ આઉટ કર્યો હતો. હૈદરાબાદે 17.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની 5મી વિકેટ પડી

હૈદરાબાદની પાંચમી વિકેટ પડી. મયંક અગ્રવાલ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ તેને શિકાર બનાવ્યો હતો. હૈદરાબાદે 13.5 ઓવરમાં 95 રન બનાવ્યા છે. ચેન્નાઈ તરફથી જાડેજાએ 3 વિકેટ લીધી છે.

હૈદરાબાદે 6 ઓવરમાં 45 રન બનાવ્યા

હૈદરાબાદે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 45 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 17 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. રાહુલ ત્રિપાઠી 1 રન બનાવીને રમી રહ્યો છે.

હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી

ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ સફળતા મળી. આકાશ સિંહે હેરી બ્રુકને આઉટ કર્યો. તે 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. 

હૈદરાબાદે 3 ઓવરમાં 23 રન બનાવ્યા

સનરાઈઝર્સ હૈદરાબાદે 3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 23 રન બનાવ્યા છે. અભિષેક શર્મા 11 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી છે. હેરી બ્રુક 7 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કન્ડે,ઉમરાન મલિક.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, મથીરા પથિરાના, મહિશ થિક્સાના,તુષાર દેશપાંડે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 29, CSK vs SRH:  IPL 2023ની 29મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તેણે 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદ નવમા નંબરે છે. તેણે 5માંથી 2 મેચ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હૈદરાબાદ આ મેચ જીતીને ટુર્નામેન્ટમાં વાપસી કરવા ઈચ્છશે. આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.