DC vs MI Score: લલિત-અક્ષરની આક્રમક ઈનિંગ, દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચ લગભગ બરોબર રહી છે. બંને ટીમો 30 વખત એકબીજા સાથે ટકરાયા છે.

gujarati.abplive.com Last Updated: 27 Mar 2022 07:31 PM

બ્રેકગ્રાઉન્ડ

 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની મેચ લગભગ બરોબર રહી છે. બંને ટીમો 30 વખત એકબીજા સાથે...More

DC vs MI: દિલ્હી કેપિટલ્સની 4 વિકેટથી જીત

178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે એક સમયે માત્ર 72 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ છઠ્ઠી વિકેટ માટે લલિત યાદવ અને શાર્દુલ ઠાકુર વચ્ચે 32 રનની ભાગીદારી અને સાતમી વિકેટ માટે લલિત યાદવ અને અક્ષર પટેલ વચ્ચેની અણનમ 75 રનની ભાગીદારીએ મુંબઈ પાસે આવેલી જીત  છીનવી લીધી હતી. દિલ્હીએ 18.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મુંબઈને 4 વિકેટે હરાવ્યું. દિલ્હી તરફથી લલિત યાદવે 48, અક્ષર પટેલે 38, પૃથ્વી શોએ 38 અને શાર્દુલ ઠાકુરે 22 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.