ખાસ વાત તો એ છે કે માત્ર 34 વર્ષની ઉંમરે ડિવિલિયર્સે વર્ષ 2018માં ક્રિકેટને અલવિદા કહી દીધુ, ડિવિલિયર્સના અચાનક સન્યાસ બાદ લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે આ મામલે ખુદ ડિવિલિયર્સે જાતે જ ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સ પોતાનુ દુઃખ વ્યક્ત કરતાં આ નિર્ણય પર કેટલાક સવાલો ઉભા કર્યા છે.
ડિવિલિયર્સે કહ્યું કે, સાઉથ આફ્રિકન ટીમ તેની આગેવાનીમાં વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વર્લ્ડકપમાં હારી, દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી હતી, આ હારે મને પુરેપુરો તોડી નાંખ્યો હતો, હારથી મને ખુબ ખોટુ લાગ્યુ અને ફરીથી વાપસી ના કરી શક્યો.
ડિવિલિયર્સે કહ્યું કે, વર્લ્ડકપની હારે મને તોડી નાંખ્યો, છતાં હું રમતો રહ્યો, મે પુરેપુરી કોશિશ કરી. પણ ને લાગ્યુ કે મારામાં રમવાનો દમ નથી રહ્યો. મારુ શરીર ખુબ થાકેલુ અનુભવી રહ્યું હતુ. મારા સન્યાસ પાછળ ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર મોટુ કારણ હતુ. આજે પણ એ હાર મને દુઃખ આપે છે, હુ તેને ભુલી નથી શકતો.
નોંધનીય છે કે, એબી ડિવિલિયર્સ દુનિયાના મહામ ક્રિકેટર માનો એક છે. તેને 114 ટેસ્ટ મેચ રમીને 8765 રન બનાવ્યા છે. વળી 228 વનડે રમીને 9577 રન બનાવ્યા છે. હાલ ડિવિલિયર્સ આઇપીએલમાં રમી રહ્યો છે.