Deepak Chahar Love Story: ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહેલો દીપક ચાહર આજે લગ્નગ્રંથીથી જોડાઇ જશે. આજે દીપક પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરશે. આજે આ લગ્ન આગરામાં થશે. દીપકની ગર્લફ્રેન્ડ દિલ્હીના બારહખંભાની રહેવાસી છે. જયા ભારદ્વાજ એક એન્ટરપ્રિન્યૉર છે. 


રિપોર્ટ છે કે, ક્રિકેટરના લગ્ન આગરામાં આવેલા ફતેહબાદ રૉડ સ્થિત ફાઇવ સ્ટાર હૉટલ જેપી પેલેસમાં થશે. આજે સવારે 10 વાગે પીઠીની વિધિ થશે, જ્યારે રાત્રે 9 વાગે લગ્ન સમારોહ શરૂ થશે.આ પહેલા મંગળવારે દીપક ચાહર અને જયા ભારદ્વાજની મહેંદી સેરેમની થઇ હતી. મહેંદીની વિધિ બાદ મ્યૂઝિક પ્રૉગ્રામમાં દીપક અને જયાએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. ફાઇવ સ્ટાર હૉટલમાં થનારા આ લગ્ન લગભગ 600 લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યુ છે. 


UAEમાં વીંટી પહેરાવીને કર્યુ હતુ પ્રપૉઝ -
દીપક ચાહરે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ગત વર્ષે આઈપીએલ મેચ દરમિયાન પ્રપોઝ કર્યુ હતું. તેણે મેચ પૂરી થયા બાદ ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યુ હતું. દીપકના પિતા લોકેંદ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે, ઘણા સમયથી ગર્લફ્રેંડને પ્રપોઝ કરવા માંગતો હતો. પરંતુ પ્લેઓફ તબક્કામાં આમ કરવાની યોજના બનાવી હતી. તેણે સીએસકેના કેપ્ટન ધોનીના કહેવા પર મેચ પૂરી થયા બાદ જયાને પ્રપોઝ કર્યુ. દીપકના પિતાના કહેવા મુજબ આ ખૂબ શાનદાર ક્ષણ હતી કારણકે 180 દેશોએ બંનેની સગાઈ લાઈવ જોઈ હતી.


કોણ છે જયા ભારદ્વાજ - 
દીપક ચાહરની મંગેતર જયા ભારદ્વાજ રોડીઝ અને બિગ બોસ ફેમ કંટેસ્ટેંટ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયા ભારદ્વાજ દિલ્હીની કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઇવેટ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી.


દીપક ચાહર લાંબા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા છે. આ સાથે, તે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી 20 ટીમનો પણ ભાગ છે. દીપક ચાહરે અત્યાર સુધીમાં કુલ 110 T20 (આંતરરાષ્ટ્રીય + IPL) રમી છે, જેમાં તેણે 127 વિકેટ લીધી છે.


આ પણ વાંચો........


વિવાદમાં આવ્યો ધોની, બેગૂસરાયમાં કેપ્ટન કૂલ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, જાણો સમગ્ર મામલો


Horoscope Today 1st June 2022 : મિથુન, તુલા, ધનુ, કુંભ રાશિએ આ કામ ન કરવું જોઈએ, જાણો આજનું રાશિફળ


Alovera Benefits: વજન ઓછું કરવું હોય તો આ રીતે કરો એલોવેરાનું સેવન, તરત જ પડશે ફરક


Laughing Buddha: જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા રાખતા હોવ તો જાણી લો આ ખાસ વાતો


Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં


ગરમીથી રાહત મેળવવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છો ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા