Dhoni Entertainment: મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયા માટેના તેના યોગદાન માટે યાદ કરવામાં આવે છે. ધોનીએ પોતાની કૂલ સ્ટાઈલ અને વ્યુહાત્મક આયોજનથી ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. તેણે 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. ક્રિકેટના મેદાન બાદ હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મી દુનિયા તરફ પ્રયાણ કર્યું છે. જે મુજબ હવે ધોનીએ પોતાનું ફિલ્મ નિર્માણ માટેનું પ્રોડક્શન હાઉસ શરુ કર્યું છે.
ધોનીએ શરુ કર્યું પ્રોડકશન હાઉસ
એમએસ ધોનીએ ફિલ્મો બનાવવા માટે પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. પ્રોડક્શન હાઉસનું નામ 'ધોની એન્ટરટેઈનમેન્ટ' (Dhoni Entertainment) છે. એક ટ્વીટમાં રવિવારે આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ ટ્વીટમાં એક ફોટો પણ શેર કર્યો જેમાં ધોની જોવા મળી રહ્યો છે અને તેના પ્રોડક્શન હાઉસનું નામ પણ લખેલું છે.
ધોની પ્રોડકશન હાઉસ 3 ભાષાઓમાં ફિલ્મો બનાશેઃ
મહેન્દ્ર સિંહ ધોનીના પ્રોડક્શન હાઉસ તરફથી જે પોસ્ટર બહાર આવ્યું છે તેના અનુસાર તેના પ્રોડક્શન હાઉસ હેઠળ તેલુગુ, મલયાલમ અને તમિલમાં ફિલ્મો બનાવવામાં આવશે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે, એટલા માટે તમિલનાડુમાં તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની પણ ચેન્નાઈ ગયો હતો.
નોંધનીય છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. તેની ગણના IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બની છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યું છે.
આ પણ વાંચો....