Ben Stokes Captain: જૉ રૂટના રાજીનામા બાદ ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે બેન સ્ટૉક્સને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે. તે ઇંગ્લેન્ડ પુરુષ ટેસ્ટ ટીમનો 81મો કેપ્ટન હશે. ઇસીબીના વચગાળાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીએ મંગળવારે સાંજે ઇંગ્લેન્ મેન્સ ક્રિકેટના મેનેજમેન્ટ નિદેશક રૉબની ભલામણ બાદ નિયુક્તિને મંજૂરી આપી દીધી. 


ઇંગ્લેન્ડ પુરુષ ક્રિકેટના પ્રબંધ નિદેશક રૉબે કહ્યું કે, મને બેનને ટેસ્ટ કેપ્ટનની ભૂમિકા આપવામાં કોઇ ઝિઝક નથી. તે તે માનસિકતા અને દ્રષ્ટિકોણનો પ્રતિક છે, જેને અમે આ ટીમને લાલ બૉલ વાળી ક્રિકેટના આગાળના યુગમાં લઇ જવા ઇચ્છીએ છીએ. મને આનંદ છે કે તેને સ્વીકાર કર્યો છે, અને તે વધારાની જવાબદારી અને સન્માન માટે તૈયાર છે. તે પુરેપુરી રીતે આ અવસરનો હકદાર છે. 






ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મળેલી કારમી હાર બદા જૉ રૂટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનુ એલાન કર્યુ હતુ. રૂટની કેપ્ટનશીપમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ 2021-2023માં ઇંગ્લેન્ડનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. ટીમ આ દરમિયાન 13માંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયીનશીપ પૉઇન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડ સૌથી નીચે 10માં સ્થાન પર છે. 


બેન સ્ટૉક્સે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ દરમિયાન તેને 79 મેચોમાં 5061 રન બનાવ્યા સાથે 174 વિકેટો પણ ઝડપી છે. 2017 માં તેને ટેસ્ટ ટીમનો ઉપકેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. રૂટની ગેરહાજરીમાં તેને કેપ્ટનશીપ પણ કરી છે. 


આ પણ વાંચો...... 


એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી


PM Svanidhi Yojana: સરકારે કરી મોટી જાહેરાત, PM સ્વાનિધિ યોજનાની સમયમર્યાદા વધારી, જાણો કેટલા સમય સુધી મળશે ગેરંટી ફ્રી લોન?


Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ


Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન


ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા